મથીશા પથિરાણાએ IPLમાં શાનદાર બોલિંગથી એક અલગ ઓળખ ઊભી કરી છે. મથીશા પથિરાણાએ અત્યાર સુધીમાં 11 મેચમાં 17 વિકેટ લીધી છે અને ડેથ ઓવર્સમાં મારક સાબિત થયા છે.
ડેથ ઓવર્સમાં 16 વિકેટ લીધી
અત્યાર સુધીમાં 11 મેચમાં 17 વિકેટ લીધી
પથિરાણાના પરિવારની ધોની સાથે મુલાકાત
‘બેબી મલિંગા’ના નામથી ફેમસ ચેન્નઈ સુપર કિંગ્સના મથીશા પથિરાણાએ IPLમાં શાનદાર બોલિંગથી એક અલગ ઓળખ ઊભી કરી છે. મથીશા પથિરાણાએ અત્યાર સુધીમાં 11 મેચમાં 17 વિકેટ લીધી છે અને ડેથ ઓવર્સમાં મારક સાબિત થયા છે.
ડેથ ઓવર્સ (16-20 ઓવર)માં 16 વિકેટ લીધી છે, જે IPLમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બની ગયો છે. બેબી મલિંગા પછી ડેથ ઓવર્સમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરમાં મોહિત શર્મા (10 વિકેટ), યુજવેન્દ્ર ચહલ (9 વિકેટ), મોહમ્મદ શમી (9 વિકેટ) શામેલ છે.
મથીશા પથિરાણાને આગળ વધારવામાં એમ.એસ.ધોનીનો સૌથી વધુ ફાળો છે. મહેન્દ્રસિંહ ધોનીએ તેમને વાયરલ વિડીયો જોઈને સ્પોટ કર્યા હતા. એમ.એસ.ધોની માટે મથીશા પથિરાણા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જેથી અંદાજો લગાવી શકાય છે કે, ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં બોલિંગમાં વાર થાય તે માટે 4 મિનિટ મોડુ કર્યું હતું.
મથીશા પથિરાણાનો પરિવાર એમ.એસ.ધોનીને મળ્યો. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મથીશા પથિરાણાની બહેન વિષૂકા પથિરાણાએ પણ ધોની સાથેના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘અમને વિશ્વાસ છે કે, મલ્લી (મથીશા) સુરક્ષિત હાથમાં છે. થાલા (ધોની) જણાવે છે કે, મથીશા વિશે ચિંતા કરવાની જરૂર નથી, હું હંમેશા તેની સાથે છું. આ મોમેન્ટ્સ સપના કરતા પણ વધુ વિશેષ છે. જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી.’ આ ફોટો ચેન્નઈના લીલા પેલેસ હોટેલનો છે.
matheesha pathirana family met dhoni
પથિરાણાની બોલિંગ એક્શનને કારણે તેને ‘બેબી મલિંગા’ અને ‘ન્યૂ મલિંગા’ કહેવામાં આવે છે. પથિરાણાની એક્શન લસિથ મલિંગા સાથે એકદમ મેચ થાય છે. ‘બેબી મલિંગા’ પથિરાણાએ શ્રીલંકા માટે અફઘાનિસ્તાન સામેની T20 મેચમાં 27 ઓગસ્ટ 2022ના રોજ ડેબ્યૂ કર્યું હતું. આ તેમની એકમાત્ર T20 ઈન્ટરનેશનલ મેચ છે.