બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Babar's descendants will provide a gold brick in the temple
Last Updated: 03:18 PM, 10 November 2019
ADVERTISEMENT
બાબર અયોધ્યા ગયા જ નથી
મોગલ બાદશાહન બાબરનાં વંશજ પ્રિન્સ યાકુબ તુસીએ એક જાણીતા અખબારને જણાવ્યું હતું કે બાબરને આક્રમણખોર તરીકે ચિતરવમાં આવે છે. તે સદતંર ખોટું છે. તેઓ ક્યારેય તેમનાં શાસન વખતમાં અયોધ્યા ગયા જ નથી. બાબરએ બિનસાંપ્રદાયિક મોગલ બાદશાહ હતાં. તેમનાં શાસનમાં ભારતીય સાંસ્કૃતિક વિરાસત જળવાઈ રહી, મહેસુલી આવક પણ સૌથી વધુ રહી હતી. તેઓ એવું માનતા હતાં કે શાંતિ ભાઈચારાનો માહોલ બની રહે.
ADVERTISEMENT
અમારી પેઢીથી કલંક દૂર થયું
પ્રિન્સ યાકુબ તુસીએ આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, બાબરના નામ પર રામમંદિર તોડ્યાનું કલંક લાગ્યું હતું. વર્ષો સુધી આ કલંક યથાવત રહ્યું હતું, પણ આજે જ્યારે સુપ્રિમ કોર્ટે રામમંદિર બાંધવાનો ચુકાદો જાહેર કર્યો છે. ત્યારે ખરેખર મારા પૂર્વજ બાબર પરથી જ નહી આમારી પેઢી પરથી કલંક દૂર થયું છે.
ADVERTISEMENT
ભારતની એકતા કોઈ તોડી નહીં શકે
મુસ્લિમો કોર્ટનાં ચુકાદાને માથે ચડાવી ભડકાઉ વાતોથી દૂર રહેવું જોઈએ. તેમજ તુસીએ વધુમાં જણાવ્યું હતું કે રમઝાનનાં રોઝા ઈફતારીમાં હિંદુ લોકો આવી ભાઈચારાનો સંદેશો આપે છે. ત્યારે અયોધ્યામાં રામમંદિરનું ભવ્ય નિર્માણ થાય ત્યારે મુસ્લિમોએ પણ તે વખતે ખાત ઉપસ્થિત રહીને દુનિયાભરમાં સંદેશો આપવો જોઈએ. ભારતને કોઈ તોડી શકશે નહીં.
ADVERTISEMENT
બાબરનાં વંશજ રામમંદિરમાં સોનાની ઈંટ આપશે
કરોડો હિન્દુઓની આસ્થાનુ કેન્દ્ર અયોધ્યા છે. ત્યારે જ્યારે ભવ્ય રામમંદિરનું નિર્માણ થશે ત્યારે હું સોનાની ઈંટ દાનમાં આપીશ. હિન્દુ- મુસ્લિમોની એકતા જ ભારતને વધું એક બનાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.