બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / baba vanga 2024 prediction cancer cure true russia cancer vaccine

OMG / કેન્સર વેક્સિન, આર્થિક સંકટ...: સાચી પડી રહી છે બાબા વેંગાની 2024 માટેની ભવિષ્યવાણીઓ

Arohi

Last Updated: 03:25 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Baba Vanga 2024 Prediction Cancer Cure: પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગાની અમુક ભવિષ્યવાણીઓ વર્ષ 2024માં સાચી સાબિત થતી જોવા મળી રહી છે.

  • બાબા વેંગાની ભવિષ્યવાણી થઈ રહી છે સાચી
  • રશિયા સાથે શું છે કનેક્શન? 
  • જાણો 2024ને લઈને શું છે ભવિષ્યવાણી? 

બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પર દુનિયાભરના લોકોની નજર રહે છે. તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. તેમણે વર્ષ 2024 માટે પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. ખાસ વાત એ છે કે તેમાંથી ઘણી સાચી પણ સાબિત થતી જોવા મળી રહી છે. આવો જાણીએ બાબા વેંગાની કઈ ભવિષ્યવાણી સાચી સાબિત થતી જોવા મળી રહી છે. 

 

રશિયામાં કેન્સર વેક્સીન 
બાબા વેંગાએ વર્ષ 2024 માટે રશિયામાં કેન્સર વેક્સીન બનવાનો દાવો કર્યો હતો. હવે રશિયામાં તેના પર કામ શરૂ થઈ ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હાલમાં જ કહ્યું હતું કે તેમના દેશના વૈજ્ઞાનિક કેન્સર માટે એક વેક્સીન બનાવવા જઈ રહ્યા છે. વૈજ્ઞાનિક તેની ખૂબ જ નજીક છે. તે જલ્દી જ પેશન્ટ્સ માટે ઉપલબ્ધ થઈ શકે છે. 

પુતિને કહ્યું- "અમે કેન્સરની વેક્સીન અને નવ અભ્યાસની ઈમ્યૂનોમોડ્યુલેટરી દવાઓના નિર્માણની ખૂબ જ નજીક પહોંચી ચુક્યા છીએ." જોકે પુતિને આ ખુલાસો નથી કર્યો કે વેક્સીન કેવી રીતે કેન્સર પર કામ કરશે. પરંતુ રશિયાના રાષ્ટ્રપતિને આશા છે કે તેમને મેડિકલના ક્ષેત્રમાં પ્રભાવી રીતે ઉપયોગ કરવામાં આવશે. 

આર્થિક સંકટની ભવિષ્યવાણી 
બાબા વેંગાએ તેની સાથે જ વર્ષ 2024માં આર્થિક સંકટ આવવાની ભવિષ્યવાણી કરી હતી. આ આર્થિક સંકટથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ અસર પડશે. લાગી રહ્યું છે કે હવે તેમની આ ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ રહી છે. બ્રિટન ગયા વર્ષના અંતથી મંદીમાં ડૂબેલું છે. હજુ પણ બ્રિટનની અર્થવ્યવસ્થામાં સુધારની સ્થિતિ નથી. 

જીડીપીમાં સતત 6 મહિનાથી ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ જાપાનની અર્થવ્યવસ્થા પણ ખાસી પ્રભાવિત છે. ગયા વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં જાપાનની જીડીપી એક વર્ષ પહેલાની તુલનામાં 0.4 ટકા ઓછી થઈ ગઈ છે. 

આતંકવાદી હુમલા અને કુદરતી આફતોની ચેતાવણી 
બાબા વેંગાએ વર્ષ 2024 માટે તેની સાથે જ ઘણી ભવિષ્યવાણી કરી હતી. તેમણે યુરોપમાં આતંકવાદી હુમલા, જૈવિક હથિયારના પરીક્ષણ, વાતાવરણમાં મોટી ઘટનાઓ અને કુદરતી આફતો વિશે ચેતાવણી આપી હતી. 

વધુ વાંચો: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ: નિપજ્યાં 8થી વધુ લોકોના દર્દનાક મોત, અનેક ઘાયલ

આ વર્ષે તેમણે સાઈબર હુમલામાં પણ વધારાની વાત કહી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી. તેમણે વ્કાંટમ કોમ્ર્યૂટિંગમાં મોટી સફળતાની પણ ભવિષ્યવાણી કરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ