બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ભારત / 9 workers killed in firecracker factory explosion in Vembakottai, Virudhunagar district of Tamil Nadu

BIG BREAKING / ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ: નિપજ્યાં 8થી વધુ લોકોના દર્દનાક મોત, અનેક ઘાયલ

Vishal Khamar

Last Updated: 03:23 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વિસ્ફોટમાં ફેક્ટરીની નજીક આવેલી ચાર ઈમારતોને પણ નુકસાન થયું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જે મકાનમાં ફટાકડાનું કારખાનું ચાલતું હતું તે ઘર જમીનદોસ્ત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું કે કાટમાળ નીચે દબાઈને વધુ કેટલાક લોકોના મોત થયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

  • તમિલનાડુનાં વિરૂધુનગર જીલ્લાના વેમ્બાકોટ્ટઈમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ 
  • અકસ્માતમાં અહીં કામ કરતા 9 કામદારોના થયા મોત
  • ઘાયલોને તાત્કાલી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

 તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટઈમાં શનિવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અહીં કામ કરતા 9 શ્રમિકોના મોત થયા હતા. જ્યારે 6 અન્ય કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ફટાકડાની ફેક્ટરી મુથુસમીપુરમમાં આવેલી હતી, જેના માલિકનું નામ વિજય હોવાનું કહેવાય છે. વિસ્ફોટ બાદ સાત લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બેનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

અકસ્માતમાં માર્યા ગયેલા 9 લોકોમાં 5 મહિલાઓનો સમાવેશ થાય 
અકસ્માતની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટ ફેક્ટરીના કેમિકલ મિક્સિંગ રૂમમાં થયો હતો. આ વિસ્ફોટમાં ફેક્ટરીની નજીક આવેલી ચાર ઈમારતોને પણ નુકસાન થયું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે જે મકાનમાં ફટાકડાનું કારખાનું ચાલતું હતું તે ઘર જમીનદોસ્ત થઈ ગયું હતું. પોલીસે જણાવ્યું કે કાટમાળ નીચે દબાઈને વધુ કેટલાક લોકોના મોત થયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં માર્યા ગયેલા 9 લોકોમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે. ગંભીર રીતે ઘાયલ છ લોકોને શિવકાશીની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

અનેક ગેરકાયદે ફેક્ટરીઓ પણ ચાલે છે
તમિલનાડુમાં ફટાકડાનો મોટો ઉદ્યોગ છે. અહીં અનેક ગેરકાયદે ફેક્ટરીઓ પણ ચાલે છે, જેની પાસે સરકારી લાઇસન્સ નથી. આવી ફેક્ટરીઓમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી અને કામદારો દરેક ક્ષણે પોતાનો જીવ જોખમમાં મુકીને કામ કરે છે. ગયા વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં વિરૂધુનગર જિલ્લામાં ફટાકડાની બે ફેક્ટરીમાં વિસ્ફોટ થયા હતા. રંગાપલયમ અને કિચિનિયાકાનાપટ્ટીમાં બે અલગ-અલગ ફટાકડાની ફેક્ટરીઓમાં થયેલા વિસ્ફોટોમાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. 

વધુ વાંચોઃ -'દરવાજો ખુલ્લો છે...', લાલુ યાદવની કમબેક ઑફર પર જુઓ નીતિશ કુમારે શું કહ્યું?

તમિલનાડુનો વિરુધુનગર જિલ્લો ફટાકડાના ઉત્પાદનના હબ તરીકે ઓળખાય
ગયા વર્ષે જુલાઈમાં તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના પઝાયાપેટ્ટાઈમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. ક્રિષ્નાગિરી એસપીએ આ વિસ્ફોટમાં આઠ લોકોના મોતની પુષ્ટિ કરી હતી. ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. વિસ્ફોટની અસરને કારણે ફેક્ટરીની નજીક આવેલા મકાનો અને કેટલીક દુકાનોને નુકસાન પહોંચ્યું હતું. મે 2023માં રાજ્યના શિવકાશીમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા. તમિલનાડુનો વિરુધુનગર જિલ્લો ફટાકડાના ઉત્પાદનના હબ તરીકે ઓળખાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ