બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / ayurveda treatment method brought light to the eyes of former kenyan pm daughter

ભારતનો જય જયકાર / વિશ્વભરમાં વાગ્યો આયુર્વેદનો ડંકો, કેન્યાના પૂર્વ PMએ કેરલમાં આવીને દિકરીની કરાવી સારવાર, આંખોની રોશની પાછી આવી

Pravin

Last Updated: 09:20 AM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટ દરમિયાન ભારતને દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે. ભારતે પોતાની કોરોના વેક્સિન બનાવી અને તે પણ સૌથી વધારે પ્રભાવી વેક્સિનમાંની એક છે. ત્યારે હવે ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદની પણ ચર્ચા વિશ્વભરમાં થવા લાગી છે.

  • વિશ્વભરમાં ભારતના આયુર્વેદની ચર્ચા
  • કેન્યાના પૂર્વ પીએમની દિકરી સાજી થઈ
  • આંખોની રોશની પાછી આવી ગઈ

 

કોરોના સંકટ દરમિયાન ભારતને દુનિયાની ફાર્મસી કહેવામાં આવે છે. ભારતે પોતાની કોરોના વેક્સિન બનાવી અને તે પણ સૌથી વધારે પ્રભાવી વેક્સિનમાંની એક છે. ત્યારે હવે ભારતની પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદની પણ ચર્ચા વિશ્વભરમાં થવા લાગી છે. હકીકતમાં જોઈએ તો, આફ્રિકી દેશ કેન્યાના પૂર્વ પીએમની દિકરી જોઈ શકતી નહોતી. કેરલમાં આયુર્વેદિક દવાઓથી તેની સારવાર કરવામા આવી અને ચમત્કાર થઈ ગયો. પૂર્વ પીએમ રૈલા ઓડિંગાની દિકરીની આંખોની રોશની પાછી આવી ગઈ. તેઓ પીએમ મોદીને મળ્યા અને ભારતની આ પ્રાચીન પદ્ધતિના ખૂબ વખાણ કર્યા. સોશિયલ મીડિયા પર પણ લોકો આયુર્વેદના ખૂબ વખાણ કરી રહ્યા છે. 

 

આયુર્વેદનો જય જયકાર

ભારતીય આયુર્વેદ ઈલાજથી કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી રેલા ઓડિંગાની દિકરીની આંખોની રોશની પાછી આવી ગઈ. આ દાવો ખુદ કેન્યાના પૂર્વ પીએમે કર્યો છે. કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી રૈલા ઓડિંગાએ કહ્યું કે, મેં દિકરીની આંખોની સારવાર માટે કેરલના કોચ્ચિ આવ્યો હતો. 3 અઠવાડીયાની સારવાર બાદ તેની આંખોની રોશનીમાં ઘણો સુધારો આવ્યો છે. રૈલા ઓડિંગાએ કહ્યું કે, આ મારા પરિવાર માટે ખૂબ જ આશ્ચર્યની વાત છે કે, આ પ્રકારની સારવાર કર્યા બાદ તે બધું જ જોઈ શકે છે. આ કોઈ ચમત્કારથી જરાયે ઓછુ નથી.

પૂર્વ પીએમે કર્યા આયુર્વેદના વખાણ

ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિના વખાણ કરતા રૈલા ઓડિંગાએ કહ્યું કે, આ પરંપરાગત દવાઓના ઉપયોગથ આખરે આંખોની રોશની પાછી આવી ગઈ. તેમણે કહ્યું કે, તેનાથી અમને ખૂબ જ આત્મવિશ્વાસ મળ્યો છે. રૈલા ઓડિંગાએ કહ્યું કે, મેં આ પ્રકારના છોડને આફ્રિકામાં લાવવા અને તેનો ઉપયોગ કરવા અમારા પીએમ સાથે વાત કરી છે. વિતેલા 2 વર્ષમાં પીએમ મોદીએ દુનિયાભરમાં પોતાના સાર્વજનિક સંબોધનમાં ભારતીય આયુર્વેદ વિશે જણાવતા આવ્યા છે. 

પીએમ મોદીએ કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે કેન્યાના પૂર્વ પ્રધાનમંત્રી રૈલા અમોલો ઓડિંગા સાથે મુલાકાત કરી અને ભારત-કેન્યા સંબંધોને વધારે મજબૂત બનાવવા માટે કટિબદ્ધ થયાં. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું કે, પર્સનલ મુલાકાતે ભારત આવેલા ઓડિંગા સાથે મુલાકાત કરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ