બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / Ayodhya ram temple like black rama idol in Ahmedabad heritage kalaram temple
ADVERTISEMENT
22મી જાન્યુઆરીએ (સોમવાર) ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે, જેની સાથે સાથે તાજેતરમાં ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાની મૂર્તિના જુદા-જુદા ફોટોઝ પણ સામે આવી રહ્યાં છે. ત્યારે મુખ્ય મંદિરમાં બિરાજમાન થનાર રામલલાની મૂર્તિ કે જે કાળા પત્થરમાંથી તૈયાર કરવામાં આવી છે. આની વિશે રામાયણમાં એમ કહેવામાં આવ્યું છે કે, પ્રભુ શ્રીરામ શ્યામ વર્ણના હતાં અને તેથી જ આ મૂર્તિ પણ શ્યામ રંગની તૈયાર કરવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર ભગવાન રામ-શ્યામ અને શિવ ગૌણ વર્ણના હતાં.

ADVERTISEMENT
ભગવાન શ્રીરામનાં સ્તુતિ મંત્રમાં કહેવાયું છે કે नीलाम्बुज श्यामल कोमलांगम सीतासमारोपित वामभागम्। पाणौ महासायकचारूचापं नमामि रामं रघुवंशनाथम्।। અર્થાત્ નીલકમળ સમાન શ્યામ અને કોમળ જેમનું અંગ છે, સીતાજી જેમના વામ ભાગમાં વિરાજમાન છે, જેમના હાથમાં અમોઘ બાણ અને સુંદર ધનુષ છે, તે રઘુવંશનાં સ્વામી શ્રીરામચંદ્રજીને હું નમસ્કાર કરું છું. એટલે રામલલાની મૂર્તિ શ્યામ વર્ણની છે.
600 વર્ષ જૂનું છે અમદાવાદનું આ રામજી મંદિર
ADVERTISEMENT
જો કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદમાં પણ એક 600 વર્ષ જૂનું શ્રીરામનું અનોખું મંદિર આવેલું છે, જ્યાં પણ શ્રીરામ શ્યામવર્ણમાં બિરાજમાન છે. આ મૂર્તિ જે પત્થરમાંથી તૈયાર કરવામાં આવી છે, તે પત્થર કસોટી પત્થર તરીકે ઓળખાય છે. આ એ જ પત્થર છે કે જેનાથી સોની સોનાની ખરાઈ થાય છે.
.jpg)
ADVERTISEMENT
એકમાત્ર મંદિર કે જ્યાં રામજી બેઠેલી અવસ્થામાં છે
અમદાવાદના રિલીફ રોડ પર આવેલી હાજા પટેલની પોળમાં કાલારામજીનું મંદિર આવેલું છે. આ મંદિર પેશ્વાકાળનું હોવાની માન્યતા છે. આ મંદિર વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ સામેલ છે. જો તમે અમદાવાદમાં હેરિટેજ વૉક કરો છો, તો તમને આ મંદિર માટે મુલાકાતે લઈ જવામાં આવે છે. આ મંદિરમાં પ્રભુ શ્રીરામની સાથે સીતાજી અને લક્ષ્મણજી બિરાજમાન છે. આ મંદિરની વિશેષતા એ પણ છે કે તમે હંમેશા કોઈ પણ રામજી મંદિરમાં શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજીને ઉભેલા જોયા હશે, પરંતુ આ મંદિરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિ પદ્માસનમાં છે, જ્યારે સીતાજી શ્વેતવર્ણમાં છે.
ADVERTISEMENT

આ કારણથી પદ્માસનમાં છે પ્રભુ શ્રીરામ
ADVERTISEMENT
એવું કહેવાય છે કે શ્રીરામજી અહી પદ્માસનમાં એટલા માટે છે, કારણ કે તેઓ ત્રિકાળ સંધ્યા કરી રહ્યાં છે. તો લક્ષ્મણજી તેની ત્રિકાળ સંધ્યામાં કોઈ અડચણ ન આવે તે માટે ધનુષ્ય-બાણ લઈને ધ્યાન રાખી રહ્યાં છે. ભગવાન શ્રી રામના આ મુદ્રામાં દર્શન ભાગ્યે જ બીજા કોઈ મંદિરમાં થાય છે. આ મંદિરમાં નોમના દર્શનનો ખૂબ જ મોટો મહિમા છે. માન્યતા એવી પણ છે કે નોમના દિવસે કાલારામજીનું સ્વરૂપ અત્યંત સુંદર દેખાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.