બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Ayodhya Ram Mandir VIDEO Ramlala gives mesmerizing first look darshan

અયોધ્યા રામ મંદિર / VIDEO: સોનાનું મુગુટ, હાથમાં ધનુષ... રામલલાએ મન મોહી લે તેવા રૂપમાં આપ્યા પ્રથમ દર્શન

Megha

Last Updated: 04:02 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિને સોમવારે ગર્ભગૃહમાં સ્થાપિત કર્યા બાદ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, એ બાદની તસવીરમાં રામલલા કપાળ પર તિલક સાથે ખૂબ જ નમ્ર મુદ્રામાં જોવા મળે છે.

  • રામ ભક્તોની લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવ્યો છે.
  • તસવીરમાં રામલલા કપાળ પર તિલક સાથે ખૂબ જ નમ્ર મુદ્રામાં જોવા મળે છે.
  • રામલલાના બાળસ્વરૂપની 51 ઈંચની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. 

રામ ભક્તોની લગભગ 500 વર્ષની લાંબી રાહનો આજે અંત આવ્યો છે. અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને દરેક ભારતીય આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. ભગવાન શ્રી રામ અત્યારે અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે. 

ભગવાનના બાળ સ્વરૂપને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રામલલાની મૂર્તિની ખૂબ જ ખાસ તસવીરો સામે આવી છે. શણગારેલી મૂર્તિમાં ભગવાનનું સમગ્ર સ્વરૂપ જોઈ શકાય છે. તસવીરમાં રામલલા કપાળ પર તિલક સાથે ખૂબ જ નમ્ર મુદ્રામાં જોવા મળે છે.

શું છે રામલલાની મૂર્તિની વિશેષતા? 
ભગવાન રામના બાળ સ્વરૂપની મૂર્તિને સોમવારે ગર્ભગૃહમાં સ્થાપિત કર્યા બાદ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આભૂષણો અને વસ્ત્રોથી સજ્જ રામલલાના ચહેરા પર ભક્તોને મોહી લેતું સ્મિત દેખાય છે. રામલલાએ કાનમાં બુટ્ટી અને પગમાં કડાં પહેર્યા છે. મૂર્તિની નીચે આભામાં ચાર ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની નાની મૂર્તિઓની પૂજા કરવામાં આવી છે.

51 ઈંચની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે
રામલલાના બાળસ્વરૂપ (5 વર્ષીય)ની 51 ઈંચની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે અને આ મૂર્તિ શ્યામવર્ણી છે. શ્રીરામ 5 વર્ષના બાળકના રૂપમાં કમળ પર બિરાજમાન છે અને આ મૂર્તિની ઊંચાઈ 4.24 ફૂટ છે. હિંદુ ધર્મમાં 05 વર્ષની ઉંમર સુધી બાળપણ માનવામાં આવે છે અને 5 વર્ષ પછી બાળકને બોધગમ્ય માનવામાં આવે છે. 

કાળા પત્થરની મૂર્તિ શા માટે બનાવવામાં આવી?
રામલલાની મૂર્તિ શાલિગ્રામ પત્થરથી બનાવવામાં આવી છે. આ પત્થરને પવિત્ર પત્થર માનવામાં આવે છે. શાલિગ્રામ કાળા રંગના ચીકણા અને અંડાકાર પત્થર હોય છે. ધાર્મિક ગ્રંથ અનુસાર શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું વિગ્રહ સ્વરૂપ છે. આ એક પ્રકારનો જીવાશ્મ પત્થર છે. શાલિગ્રામ સામાન્ય રીતે પવિત્ર નદીના તળિયા અને કિનારા પરથી મેળવવામાં આવે છે. 

રામલલાની મૂર્તિ શા માટે ખાસ છે?
1- ભગવાન શ્રી રામના મસ્તક પાસે સૂર્ય, સ્વસ્તિક, ઓમ, ગદા અને ચક્ર કોતરેલા છે.  
2- રામલલાની મૂર્તિમાં ભગવાન વિષ્ણુની સાથે તેમના 10 અવતાર મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ પણ જોવા મળશે.
3- મૂર્તિ ઘાટા રંગના કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે.આ પ્રતિમા એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે, એટલે કે તેમાં અન્ય કોઈ પથ્થર ઉમેરવામાં આવ્યા નથી.
4- ભગવાનની આ મૂર્તિ વોટરપ્રૂફ છે.મતલબ કે મૂર્તિને પાણીથી નુકસાન નહીં થાય.
5- રોલી અને ચંદન લગાવવાથી પણ રામલલાની મૂર્તિની ચમક પર અસર નહીં થાય.
6- મૂર્તિની નીચેની સપાટી પર, એક તરફ હનુમાનજી અને બીજી બાજુ ગરુડ દેવ જોઈ શકાય છે.
7- કાળા રંગથી બનેલી રામલલાની મૂર્તિનું આયુષ્ય હજારો વર્ષ માનવામાં આવે છે કારણ કે કાળા શિલા પથ્થર વર્ષો સુધી સારી સ્થિતિમાં રહે છે.
8- ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે.
9- પ્રતિમાને 4.24 ફૂટ ઉંચી બનાવવામાં આવી છે.રામલલાની મૂર્તિ 3 ફૂટ પહોળી છે, જેનું વજન આશરે 200 કિલો છે. 
10- રામલલાની મૂર્તિમાં પાંચ વર્ષના બાળકની આરાધ્ય ઝલક દેખાય છે, ડાબા હાથને ધનુષ અને તીર અને જમણો હાથ આશીર્વાદની મુદ્રામાં બતાવવામાં આવ્યો છે.

વધુ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠા બાદ PM મોદીએ દેશવાસીઓને લેવડાવ્યા શપથ, આપણી ચેતના રામથી રાષ્ટ્ર સુધી.....

હવે રામલલા આવા દેખાય છે: 
રામલલા પીળા પીતામ્બરથી અને હાથમાં ધનુષ - બાણ છે પકડ્યું છે, સાથે જ સોનાના કવચ કુંડલ, કાનની બુટ્ટી અને ગળાનો હાર પહેર્યો છે. રામલલાના મુગટ નવ રત્નોથી સુશોભિત છે અને તેમના ગળામાં સુંદર રત્નોની માળા છે. આ રત્ન જડિત મુકુટનું વજન લગભગ પાંચ કિલો હોવાનું કહેવાય છે. ભગવાન રામલલાની કમરબંધ પણ સોનાની બનેલી છે. રામલલાના ચરણોમાં વજ્ર, ધ્વજા અને અંકુશના ચિહ્નો તો છાતી રત્નોથી જડેલા મોતીના હારથી સુશોભિત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ