બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:44 AM, 22 January 2024
ADVERTISEMENT
અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત થઈ ગઈ છે. ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત VVIP લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામભક્તો ઘરેબેઠા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લાઈવ નિહાળી શકે છે.

ADVERTISEMENT
લાઈવ ટેલિકાસ્ટ
તમે ઘરેબેઠા ઓનલાઈન ફોન, લેપટોપ, ટીવી પર અયોધ્યા રામમંદિરમાં થઈ રહેલ પૂજાને લાઈવ નિહાળી શકો છો. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે સંપૂર્ણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. DD ન્યૂઝ અને DD નેશનલ ચેનલ પર લાઈવ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જોઈ શકો છો. દૂરદર્શન અન્ય ન્યૂઝ એજન્સીઓ સાથે આ ફીડ શેર કરશે. ઉપરાંત દૂરદર્શનની અન્ય યૂટ્યૂબ લિંક પર તમામ વિધિ વિધાન અને પૂજા લાઈવ જોઈ શકાશે.
વધુ વાંચો: અયોધ્યા જવા માટે મફત ટિકિટનું એલાન, તાત્કાલિક ઉઠાવી લેજો લાભ નહીંતર ઓફર લિમિટેડ
ADVERTISEMENT
લાઈવ ટેલિકાસ્ટ ટાઈમિંગ
આજથી દૂરદર્શન નેશનલ ચેનલની યૂટ્યૂબ ચેનલ પર રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમ શરૂ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર DDએ અયોધ્યામાં નવા રામમંદિર પરિસર સહિત અલગ અલગ સ્થળોએ કુલ 40 કેમેરા ઈન્સ્ટોલ કર્યા છે. વિશ્વમાં અલગ અલગ દેશોમાં ભારતીય દૂતાવાસમાં પણ આ કાર્યક્રમને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.