બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Ayodhya Ram Mandir 44 quintals of pure country ghee laddus will be offered to Ramlala, which will not spoil for 6 months, know what's special about it

Ayodhya Ram Mandir / રામલલાને અર્પણ કરાશે 44 ક્વિન્ટલ શુદ્ધ દેશી ઘીના લાડુ, જે 6 મહિના સુધી નહીં બગડે, જાણો શું છે તેની વિશેષતા

Megha

Last Updated: 09:20 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામલલાને શુદ્ધ દેશી ઘીમાંથી બનાવેલા લાડુ ચડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસાદ દેવરાહ બાબા દ્વારા રામ ભક્તોને વહેંચવામાં આવશે.

  • અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. 
  • રામલલાને શુદ્ધ દેશી ઘીમાંથી બનાવેલા લાડુ ચડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. 
  • આ પ્રસાદ દેવરાહ બાબા દ્વારા રામ ભક્તોને વહેંચવામાં આવશે. 

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ આ કાર્યક્રમમાં આવનાર મુલાકાતીઓ માટે રહેવાથી લઈને સુરક્ષા સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામલલાને શુદ્ધ દેશી ઘીમાંથી બનાવેલા લાડુ ચડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યામાં દેવરાહ બાબા દ્વારા 44 ક્વિન્ટલ લાડુ બનાવવામાં આવી રહ્યા છે.

Topic | VTV Gujarati

પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે લાડુ બનાવવાનું શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કામદારો દેશી ઘીમાંથી બનેલા ખાસ લાડુ તૈયાર કરી રહ્યા છે. આ પ્રસાદ દેવરાહ બાબા દ્વારા 22 જાન્યુઆરીએ આવનારા રામ ભક્તોને વહેંચવામાં આવશે. વિંધ્યાચલથી દેવરાહ હંસ બાબા દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા માટે મોકલવામાં આવેલી પાંચ ચાંદીની પ્લેટમાં પીરસવામાં આવશે. 

આ બાદ આવનાર VIP લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને તેને આપવામાં આવેલ એક બોક્સમાં 11 લાડુ હશે. સાથે જ દર્શન માટે આવનારા રામ ભક્તોને પ્રસાદ પણ વહેંચવામાં આવશે અને એમના તે ડબ્બામાં 5 લાડુ હશે. આ પ્રસાદ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે અને તેને તૈયાર કરીને ટિફિનમાં પેક પણ કરવામાં આવી રહી છે.

રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં 60 કલાક સુધી ચાલશે રામલલાની પૂજા, 17  જાન્યુઆરીથી જ અનુષ્ઠાન શરૂ, જુઓ તૈયારી | The worship of Ramlala will start  60 hours before the ...

રિપોર્ટ અનુસાર આ અયોધ્યા ધામના મણિરામદાસ છાવની સેવા ટ્રસ્ટમાં બનાવવામાં આવી રહ્યું છે. દેવરાહ હંસ બાબાના શિષ્યએ આ વિશે વાત કરતાં કહ્યું કે, આ શુદ્ધ દેશી ઘીમાંથી બનેલો લાડુ છે જેમાં એક પણ ટીપું પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તે 6 મહિના સુધી નહીં બગડે. 40 થી 50 કારીગરો સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી કામમાં લાગેલા હોય છે. લાડુના પેકીંગનો લક્ષ્યાંક 15,000 બોક્સ છે. દેવરાહ બાબાની પ્રેરણાથી 1 હજાર 111 મણ લાડુ ચઢાવવામાં આવ્યા હતા. રામલલાને 44 ક્વિન્ટલ લાડુ ચડાવવામાં આવશે.

વધુ વાંચો: ટાઈમ્સ સ્ક્વેરથી લઈને એફિલ ટાવર સુધી જશ્ન: રામ મંદિર મહોત્સવ માટે યુરોપ-USAમાં કેવી છે તૈયારી?

તે જાણીતું છે કે દેવરાહ બાબા એવા સંત હતા જેમણે રામ મંદિરના નિર્માણની ભવિષ્યવાણી કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે આ તે જગ્યા છે જ્યાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. ત્યાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય થશે. તેથી તેમની આગાહી મુજબ રામ મંદિર બની રહ્યું છે અને 22 જાન્યુઆરીએ રામલલા તેમના જન્મસ્થળ પર બિરાજમાન થશે. બાબાના શિષ્યોમાં તેમના સપનાની પૂર્તિને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલા માટે તેમના તરફથી આ ખાસ લાડુ ચઢાવવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ