બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ayodhya jain samaj organised langar to celebrate ram pranpratishtha mahotsav

અયોધ્યા / જૈન સમાજે ભક્તો માટે લંગરનું આયોજન કર્યું, જૈનાચાર્યએ કહ્યું- આદિનાથજીના સમયમાં અયોધ્યાનું નામ વિનિતા હતું

Vaidehi

Last Updated: 05:37 PM, 20 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં રોજ થનારા પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ માટે માત્ર હિન્દૂ સમાજ જ નહીં પરંતુ જૈન સમાજ પણ ઉત્સુક છે. અયોધ્યા ખાતે જૈન સમાજ દ્વારા ખાસ લંગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

  • અયોધ્યામાં જૈન સમાજ દ્વારા લંગરનું આયોજન 
  • જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે જૈનાચાર્ય ધર્મ ધુરંધરજી મહારાજ અયોધ્યા પહોંચ્યા 
  • રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ જૈનાચાર્યનું નિવેદન 

માત્ર 2 દિવસ બાદ એટલે કે 22 જાન્યુઆરી 2024નાં રોજ અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર ખાતે રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તમામ તૈયારીઓ સમાપ્ત થઈ ગઈ છે. દેશ-વિદેશનાં તમામ રામભક્તોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. તેવામાં અયોધ્યા ખાતે જૈન સમાજ દ્વારા પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સુકતા વ્યક્ત કરતાં જૈન સમાજે લંગરનું આયોજન કર્યું.

જૈન સમાજમાં ખુશીની લહેર
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઇ જૈન સમાજે સૌને શુભકામના પાઠવી. લંગરનાં આ વિશિષ્ટ કાર્યક્રમમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે જૈનાચાર્ય ધર્મ ધુરંધરજી મહારાજ અયોધ્યા પહોંચ્યા હતાં. રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ જૈનાચાર્યે કહ્યું કે- 'રામમંદિર પ્રતિષ્ઠાને લઇ જૈન સમાજ તરફથી ખુબ ખુબ શુભકામનાઓ'. તેમણે કહ્યું કે," પાકિસ્તાનમાં રહેતા હિંદુઓએ પણ અયોધ્યાને લઇ પત્રો મોકલ્યા છે. હું ગતવર્ષે પાકિસ્તાન ગયો હતો. એ સમયે પહેલીવખત કેટલાક લોકો સાથે વાતચીત થઈ. ત્યાં જીવદયાનું કામ કરનારા લોકોએ પણ રામમંદિર પ્રાણ-પ્રતિષ્ઠાને લઈને પત્રો લખ્યાં છે."

વધુ વાંચો: તમને વિચાર આવ્યો ખરો! રામ મંદિરની મૂર્તિ શ્યામવર્ણ કેમ છે? કારણ હજારો વર્ષ સુધીનું

અયોધ્યાનું નામ વિનિતા

તેમણે કહ્યું કે રામ જ ધર્મ છે. મંદિરમાં જે ચિહ્ન મુકવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે રામ જ ધર્મનું શરીર છે, રામ ધર્મની આત્મા છે. તેથી હું ઈચ્છું છું કે આ મંદિરમાં શ્રીરામલલાજીની પ્રતિષ્ઠાની સાથે-સાથે વિશ્વમાં રામજીની આત્મા, તેમના દ્વારા કહેવામાં આવેલ અને પાળવામાં આવેલ મર્યાદા ધર્મનો, સત્ય ધર્મનો પ્રચાર થાય. તેમણે એવું પણ જણાવ્યું કે 'આદિનાથ સ્વામીજીના સમયે અયોધ્યાનું નામ વિનિતા હતું'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ