બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ભારત / why ramlala murthy is shyamvarna? what is the reason behind this color

ધાર્મિક / તમને વિચાર આવ્યો ખરો! રામ મંદિરની મૂર્તિ શ્યામવર્ણ કેમ છે? કારણ હજારો વર્ષ સુધીનું

Vaidehi

Last Updated: 09:48 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગર્ભગૃહમાં વિરાજમાન રામલલાની મૂર્તિને જોઈને લોકોનાં મનમાં સવાલ ઊભા થઈ રહ્યાં છે કે આખરે શા માટે પ્રભુ શ્રીરામની મૂર્તિનો રંગ શ્યામ છે. શું શાસ્ત્રોમાં આ અંગે કોઈ ઉલ્લેખ થયો છે ખરો?

  • ગર્ભગૃહમાં વિરાજમાન રામલલાની મૂર્તિનો ફોટો વાયરલ
  • ભગવાન શ્રીરામની મૂર્તિનો રંગ શ્યામ છે
  • શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરી છે આ મૂર્તિ

રામલલાની મૂર્તિનાં પ્રાણ પ્રતિષ્ઠાનો અનુષ્ઠાન 22 જાન્યુઆરીનાં બપોરે 12.20 વાગ્યાથી શરૂ થઈને 1 વાગ્યા સુધી ચાલશે. જો કે આ પહેલા જ ગર્ભગૃહમાં વિરાજમાન થનારા રામલલાની મૂર્તિનો ફોટો સામે આવ્યો છે. માહિતી અનુસાર આ મૂર્તિમાં જ પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે. મૂર્તિની ઊંચાઈ 51 ઈંચની છે. કમળનાં ફુલ સાથે તેની લંબાઈ 8 ફીટ અને વજન આશરે 150-200 કિગ્રા છે. મૂર્તિનું નિર્માણ શ્યામ શિલા પત્થરને કોતરીને બનાવાઈ છે. આ મૂર્તિ અરુણ યોગીરાજ દ્વારા તૈયાર કરવામાં આવી છે.  

શ્રીરામની ત્રણ મૂર્તિઓ 
રામલલાની ત્રણ મૂર્તિઓનું નિર્માણ થયું છે જેમાંથી એક તો મૂર્તિકાર સત્યનારાયણ પાંડે જેમણે રાજસ્થાની શિલાથી મૂર્તિ તૈયાર કરી છે, મૂર્તિકાર ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજ જેમણે કર્ણાટકનાં શ્યામ શિલાથી 2 મૂર્તિઓનું નિર્માણ કર્યું છે. રામલલાની મૂર્તિનું નિર્માણ કરવાની જવાબદારી કર્ણાટકનાં પ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજને સોંપવામાં આવી હતી.

રામલલાની મૂર્તિ શ્યામવર્ણી
મૂર્તિકાર અરુણ યોગીરાજનાં દાદાએ ભવિષ્યવાણી કરી હતી કે અરુણ મોટા થઈને મૂર્તિકાર બનશે. 37 વર્ષો બાદ આ સાચું પડ્યું અને અરુણ યોગીરાજે સુભાષ ચંદ્ર બોઝની 30 ફીટ ઊંચી પ્રતિમા બનાવી જેને ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ સ્થળ પર સ્થાપિત કરવામાં આવ્યું. પ્રભુ શ્રીરામની આ મૂર્તિ પણ તેમણે જ તૈયાર કરી છે. આ મૂર્તિ શ્યામવર્ણી છે જેને લઈને લોકોનાં મનમાં સવાલ ઊઠી રહ્યાં છે કે શા માટે રામમંદિરમાં શ્યાવર્ણી મૂર્તિ પસંદ કરવામાં આવી છે. 

shri ram mandir trust might take action against officers who leaked the photo of ramlala before pran pratishtha

રામાયણમાં થયો છે ઉલ્લેખ
રામાયણમાં કહેવામાં આવ્યું છે કે પ્રભુ શ્રીરામ શ્યામવર્ણનાં હતાં અને તેથી જ આ મૂર્તિ પણ શ્યામ રંગની તૈયાર કરવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર ભગવાન રામ-શ્યામ અને શિવ ગૌણ વર્ણનાં હતાં.  ભગવાન શ્રીરામનાં સ્તુતિ મંત્રમાં કહેવાયું છે કે-

नीलाम्बुज श्यामल कोमलांगम सीतासमारोपित वामभागम्। पाणौ महासायकचारूचापं नमामि रामं रघुवंशनाथम्।।

..અર્થાત નીલકમળ સમાન શ્યામ અને કોમળ જેમનું અંગ છે, સીતાજી જેમના વામ ભાગમાં વિરાજમાન છે, જેમના હાથમાં અમોઘ બાણ અને સુંદર ધનુષ છે, તે રઘુવંશનાં સ્વામી શ્રીરામચંદ્રજીને હું નમસ્કાર કરું છું. 

મહાદેવ શિવ પણ શ્યામવર્ણા હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ
મહાદેવની સ્તુતિમાં કહેવાયું છે કે- 
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्। सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि।।

..અર્થાત જે કપૂર સમાન ધવલ ઉજ્જવળ વર્ણવાળા છે, કરુણાનાં અવતાર છે, સંસારનો સાર છે, ભુજંગ જેમનો હાર છે તેવા ભગવાન શિવ પાર્વતી સહિત હંમેશા મારા હદયમાં વાસ કરે. 

વધુ વાંચો: રામના ફોટા કોણે વાયરલ કર્યા? પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલાનો ફોટો લીક થતાં કાર્યવાહી કરશે ટ્રસ્ટ, ઓફિસરો પર લેવાશે એક્શન
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ