ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / shri ram mandir trust might take action against officers who leaked the photo of ramlala before pran pratishtha

અયોધ્યા / રામના ફોટા કોણે વાયરલ કર્યા? પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામલલાનો ફોટો લીક થતાં કાર્યવાહી કરશે ટ્રસ્ટ, ઓફિસરો પર લેવાશે એક્શન

Published By: Vaidehi

Last Updated: 07:43 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામલલાની મૂર્તિનો ફોટો પ્રાણ-પ્રતિષ્ઠા પહેલાં લીક થવા પર ઓફિસરોમાં હડકંપ મચ્યો છે. શ્રીરામ મંદિર ટ્રસ્ટ એક્શન લેવાની તૈયારીમાં!

ADVERTISEMENT

  • પ્રાણ-પ્રતિષ્ઠા પહેલાં રામલલાની મૂર્તિનો ફોટો વાયરલ 
  • ફોટો લીક કરવાને લીધે શ્રીરામમંદિર ટ્રસ્ટ એક્શન લેવાની તૈયારીમાં
  • જે ઓફિસરોએ ફોટો લીક કર્યો તેની સામે લેવાઈ શકે છે એક્શન

22 જાન્યુઆરીનાં રોજ થનારા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલાં રામલલાની મૂર્તિનો ફોટો લીક થવા પર ઓફિસરોમાં હડકંપ મચ્યો છે. રામલલાની ફોટો લીક કરનારા ઓફિસરો સામે શ્રીરામ મંદિર ટ્રસ્ટ એક્શનમાં આવ્યું છે. ટ્રસ્ટ હવે L&D ઓફિસરો સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

કંપની સામે લેવાશે એક્શન?

મંદિરનું નિર્માણ L&D કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે કંપનીનાં જ કોઈ કર્મચારી અથવા અધિકારીએ ફોટો ખેંચીને વાયરલ કર્યો છે. જો કે ફોટો ક્યાંથી વાયરલ થઈ છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

ગઈકાલે ગર્ભગૃહમાં વિરાજમાન થઈ મૂર્તિ
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિરનાં ગર્ભગૃહમાં 18 જાન્યુઆરીનાં રોજ રામલલાની મૂર્તિને તેમના આસન પર સ્થાપિત કરવામાં આવ્યું. આ પહેલાં બુધવારે મોડી રાત્રે શ્રીરામલલાની રજત પ્રતિમાને પાલકીમાં વિરાજમાન કરીને શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં ટ્રસ્ટનાં સદસ્ય યજમાન ડો. અનિલ મિશ્રાએ જન્મભૂમિ પરિસરનું ભ્રમણ કરાવ્યું જેમાં કાશીનાં વિદ્વાનો દ્વારા વૈદિક મંત્રોચ્ચારની સાથે પૂજન કર્યું.

વાયરલ થયો ફોટો
આજે અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં રોજ રામલલાનાં પ્રાણ પ્રતિષ્ઠા થવાથી પહેલાં ભગવાન રામનાં અલૌકિક ચહેરાની પહેલી ઝલક સામે આવી હતી.   રામ મંદિરમાં   22 જાન્યુઆરી સુધી થનારા અભિષેક સમારોહ પહેલાં ગુરુવારની બપોરે રામ જન્મભૂમિનાં ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ રાખવામાં આવી જે બાદ તેમના અલૌકિક ચહેરા તેમજ શૃંગારનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળ્યો હતો.

વધુ વાંચો: અયોધ્યા જવા માટે મફત ટિકિટનું એલાન, તાત્કાલિક ઉઠાવી લેજો લાભ નહીંતર ઓફર લિમિટેડ 

શિલ્પકારની પત્નીએ મૂર્તિ ફોટોનાં લીક થવા અંગે આપ્યું નિવેદન

શિલ્પકાર અરુણ યોગીરાજની પત્ની વિજેતા એ કહ્યું કે રામ મંદિરના અભિષેક પહેલા રામલલાની તસવીરો લીક થવાથી તે થોડી દુખી છે. પરંતુ આનંદની વાત તો એ છે કે રામલલાની મૂર્તિને લોકોનો પ્રેમ મળી રહ્યો છે. આટલો પ્રેમ મેળવીને અમે ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ. અમારું જીવન ધન્ય બની ગયું છે. પત્ની વિજેતાએ કહ્યું કે ભલે રામલલાની મૂર્તિનો ફોટો સામે આવ્યો છે. પરંતુ હજુ સુધી પ્રતિમાની સંપૂર્ણ તસવીર સામે આવી નથી. મેં ખુદ પણ સમગ્ર મૂર્તિ જોઈ નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Ramlala અયોધ્યા રામલલા Ramlala murthy photo leaked

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ