બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કાર-બાઈકનો વીમો લેતા પહેલા જાણો આ બાબતો, નહીં તો કંપની રિજેક્ટ કરશે તમારો ક્લેમ

કામની વાત / કાર-બાઈકનો વીમો લેતા પહેલા જાણો આ બાબતો, નહીં તો કંપની રિજેક્ટ કરશે તમારો ક્લેમ

Last Updated: 10:09 AM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે કાર, બાઇક કે સ્કૂટર, આમાંથી કોઇપણ વાહન છે તો આ સમાચાર ખાસ તમારા માટે છે. આપણે ઘણીવાર વાહનનો ઇન્શ્યોરન્સ લેવા સમયે એવી કેટલીક ભૂલો કરીએ છીએ જેના લીધે આપણને ક્લેમના સમયે કંપની પૈસા આપવાની ના પાડી દે છે.

કાર ઇન્શ્યોરન્સ પોલિસી લીધા પછી પણ, ઘણી વખત એવું બને છે કે ઇન્શ્યોરન્સ કંપની ગ્રાહકને ક્લેમ આપવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દે છે. આ કિસ્સામાં, ગ્રાહકોને મોટો ઝટકો લાગે છે કારણ કે તેઓએ વાહનનો રિપેરિંગ કરવાનો સંપૂર્ણ ખર્ચ પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડે છે. તમારી સાથે ક્યારેય આવું ન થાય એ માટે આજે અમે તમને કાર ઇન્શ્યોરન્સ સાથે જોડાયેલી દરેક નાની-મોટી બાબતો સમજાવવા જઈ રહ્યા છીએ. માત્ર કાર ઇન્શ્યોરન્સ ખરીદવો જ પૂરતો નથી હોતો, કંપની દ્વારા કેટલાક કાર ઇન્શ્યોરન્સ એડ ઓન કવર પણ ઓફર કરવામાં આવે છે, જે તમે એ ન ખરીદો તો તમને નુકસાન થઈ શકે છે, ચાલો સમજીએ કેવી રીતે?

Car-Insurance3

કારનો ઇન્શ્યોરન્સ હોવા છતાં કેમ નથી મળતો ક્લેમ?

માહિતી અનુસાર, ઇન્શ્યોરન્સ કંપની પાસે ટાયર પ્રોટેક્શન એડ હોય છે જેના પર કાર અથવા તમારી બાઇક/સ્કૂટીનું ટાયર ફાટી જાય કે કપાઈ જાય તો તમને નવું ટાયર આપવામાં આવે છે. એડ ઓનનો ફાયદો એ છે કે નવા ટાયર માટે પૈસા ખર્ચવા પડતા નથી. જો તમે આ એડ ઓન પ્લાન નથી લીધો તો તમને કંપની તરફથી ટાયર માટે એક પૈસો પણ નહીં મળે.

insurance.jpg

આ સિવાય એનસીબી પ્રોટેક્શન પણ એક એડ ઓન પ્લાન છે. તમે નોંધ્યું હશે કે કારનો ક્લેમ લીધા પછી, તમારું NCB એટલે કે નો ક્લેમ બોનસ સંપૂર્ણપણે ખતમ થઈ જાય છે, જેના કારણે તમારે આગામી વર્ષે પ્રીમિયમ માટે વધુ પૈસા ખર્ચવા પડે છે. પરંતુ જો તમે આ એડ ઓન પ્લાન લીધો છે, તો તમે એક વર્ષમાં એક ક્લેમ લઈ શકો છો અને તમારું NCB પણ ખતમ નહીં થાય.

લૉસ ઓફ પર્સનલ બીલોન્ગિંગ અન્ય અકે એડ ઓન પ્લાન છે. ઘણી વખત લોકો કારમાં કિંમતી સામાન છોડી દે છે અને પછી ચોર કારમાંથી કિંમતી સામાન ચોરી લે છે. જો તમારી પાસે આ એડ ઓન પ્લાન નથી તો તમને કંપની તરફથી એક પૈસો પણ નહીં મળે. આ એડ ઓન પ્લાનમાં, કંપની મોબાઈલ અને લેપટોપને કવર કરે છે, રોકડ અને જ્વેલરી કવર નથી થતી. તમને મોબાઈલ અને લેપટોપ માટે પણ પૈસા ત્યારે જ મળશે જ્યારે તમારી પાસે તેનું બિલ હશે.

PROMOTIONAL 2

એક અન્ય એડ ઓન પ્લાન એન્જિન પ્રોટેક્ટ છે. જો તમને એમ પણ લાગે છે કે તમારી કારના ઇન્શ્યોરન્સમાં એન્જિન પણ કવર કરવામાં આવ્યું છે, તો એવું નથી, કંપનીઓ એન્જિનની સુરક્ષા માટે અલગથી એન્જિન પ્રોટેક્શન પ્લાન વેચે છે. જો તમે આ પ્લાન નહીં લો તો તમને કંપની તરફથી ક્લેમના પૈસા નહીં મળે.

આ પણ વાંચો: જૂની એક્ટીવા લેવી હોય કે સ્પ્લેંડર બાઈક, આ 5 ભૂલ કરી તો રૂપિયા પાણીમાં ગયા સમજો

કન્ઝ્યુમેબલ કવર્સ પણ એડ ઓન પ્લાન છે. જ્યારે કાર ક્લેમ માટે જાય છે, ત્યારે કેટલાક ખર્ચ એવા હોય છે જેના માટે કંપની પૈસા નથી આપતી, તેમાંથી એક છે કન્ઝ્યુમેબલ કવર. તેમાં ગ્રીસ, વોશર, એન્જિન ઓઈલ, સ્ક્રુ, ઓઈલ ફિલ્ટર વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. અહીં નોંધનીય છે કે આ એડ ઓન પ્લાન પાંચ વર્ષથી જૂની કાર સાથે નહીં મળે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Automobile News Car Insurance Policy Insurance Claim
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ