બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / જૂની એક્ટીવા લેવી હોય કે સ્પ્લેંડર બાઈક, આ 5 ભૂલ કરી તો રૂપિયા પાણીમાં ગયા સમજો
Last Updated: 09:02 PM, 8 October 2024
દિવાળીની સીઝન નજીક ગઈ છે. એવામાં આપણે અહીંયા વાહન ખરીદીનું પ્રમાણ વધે છે. બાઈક અને એક્ટિવા જેવા સ્કૂટરનું પણ ખૂબ વેચાણ થાય છે. માર્કેટમાં જૂના બાઈક અને એક્ટિવાની ડિમાંડ પણ ખૂબ છે. તેની રિસેલ વેલ્યુ પણ વધુ હોય છે. જો તમે પણ જૂનું બાઈક અથવા એક્ટિવા લેવાનું વિચારી રહ્યા હોવ તો અમુક બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો તે સોદો મોંઘો પડી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : મધ્યમ વર્ગને રાહત! માત્ર 59,880 લોન્ચ થયું જોરદાર બાઈક, એવરેજ ચકાચક
ADVERTISEMENT
ADVERTISEMENT
સેકન્ડ હેન્ડ બાઇક અથવા સ્કૂટર ખરીદતી વખતે વીમો ચેક કરો. ઘણી વખત વીમો પૂરો થઈ જાય છે અને પછી કરાવતા નથી. એ પણ સુનિશ્ચિત કરો કે વીમાના ડોક્યુમેન્ટ તમારા નામે ટ્રાન્સફર થાય. ઘણી વખત ઉતાવળમાં વીમા તરફ ધ્યાન આપતા નથી અને પાછળથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
તમે જે પણ બાઈક કે સ્કૂટર ખરીદવા જઈ રહ્યા છો તેની ટૂંકી રાઈડ જરૂરથી લો. શક્ય હોય તો 10-12 મિનિટ માટે રાઇડ કરો, તેનાથી તેની કન્ડીશન વિશે ખ્યાલ આવશે. રાઈડ દરમિયાન પિકઅપ, ગિયર શિફ્ટિંગ અને એક્સિલરેટર પર ફોકસ કરો. જો કોઈ ખામી જણાય તો ડીલ ન કરો. ઘણીવાર લોકો માત્ર એન્જીન ચાલુ કરીને જ વાહન ચેક કરે છે પરંતુ તે નુકશાન કરાવી શકે છે.
ADVERTISEMENT
ડીલ કરતા પહેલા બાઇક અથવા સ્કૂટરને તમે જે મિકેનિકને ઓળખતા હોય તેને બતાવો. મિકેનિક પાસે વાહનનું નોલેજ હોય છે જેથી તે તમને સાચી સાલાહ આપી શકે છે.
ADVERTISEMENT
સેકન્ડ હેન્ડ બાઇક અથવા સ્કૂટર ખરીદતી વખતે માલિક પાસેથી NOC જરૂરથી માંગી લો. તે વાતનું પણ ધ્યાનમાં રાખો કે વાહન પર કોઈ લોન તો નથી ને. સાથે તમારું પેમેન્ટથી લઈને દરેક બાબત દરેક વસ્તુ ઓન પેપર હોવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.