બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા ખાતા પર લાગ્યું છે ઓટો ડેબિટ, આરબીઆઈએ બદલી નાખ્યો નિયમ
Last Updated: 06:21 PM, 22 April 2026
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓટો-ડેબિટ સંબંધિત નિયમોમાં સુધારો કર્યો છે અને ડિજિટલ પેમેન્ટ માટે એક નવું ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક ઈશ્યુ કર્યું છે. જેમાં રિકરિંગ પેમેન્ટ માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન 15,000 રૂપિયાની મર્યાદા સામેલ છે, જે OTP દ્વારા ઓથેન્ટિકેશનની જરૂરિયાતને દૂર કરશે. આમાં માત્ર 15,000 રૂપિયાથી વધુ ઓટો-પેમેન્ટ માટે જરૂરી રહેશે. સેન્ટ્રલ બેંકના આ પગલાનો હેતુ મોટા પેમેન્ટને વધુ સુરક્ષિત કરવાનો છે.
ADVERTISEMENT
જોકે, આ માત્ર ત્યારે જ શક્ય બનશે જો યુઝર્સ OTP કે PIN નો ઉપયોગ કરીને એક વખતના ઈ-મેન્ડેટને મંજૂરી આપશે. મતલબ છે કે ગ્રાહકોએ એક વાર વધારાના ફેક્ટર ઓથેન્ટિકેશન (AFA) પુરા કરવાની જરૂર પડશે, જે પ્રથમ ટ્રાન્ઝેક્શન માટે પણ જરૂરી રહેશે.
આ ફેરફાર હવે ગ્રાહકોને વધુ કંટ્રોલ આપશે. એકવાર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ નક્કી કરેલી મર્યાદામાં પેમેન્ટ ઓટો-ડેબિટ થશે પરંતુ આ લીમીટથી વધુ ટ્રાન્જેક્શન માટે વધારાની વેરીફીકેશનની જરૂર પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતીય રિઝર્વ બેંકે ઈ-મેન્ડેટ માટે સુધારેલ માળખું રજૂ કર્યું છે જેથી યુઝર્સને ઓટો-ડેબિટ પેમેન્ટ પર વધુ કંટ્રોલ મળે. આ પગલાથી સુરક્ષા અને પારદર્શિતામાં પણ સુધારો થશે. RBIના નવા નિયમો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યા છે અને ખાસ કરીને યુઝર્સ માટે નિયમિત ડિજિટલ ટ્રાન્જેક્શનને સરળ બનાવવાના હેતુથી છે.
મોટી રાહતમાં કેન્દ્રીય બેંકે વીમા પ્રીમિયમ પેમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ મેમ્બરશીપ અને ક્રેડિટ કાર્ડ બિલ સેટલમેન્ટ સંબંધિત ટ્રાન્જેક્શન માટે પ્રતિ ટ્રાન્જેક્શન 1 લાખ રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ડિજિટલ પેમેન્ટ ઇ-મેન્ડેટ ફ્રેમવર્ક 2026 માં ઓપ્શન એ જણાવે છે કે દરેક રજિસ્ટર્ડ ઇ-મેન્ડેટએ તેની સમયરેખા સ્પષ્ટ રીતે સ્પષ્ટ કરવી જોઈએ જેમાં ગ્રાહકો માટે સંપૂર્ણ કંટ્રોલ અને કોઈપણ સમયે તેને સુધારવા કે રદ કરવાની ક્ષમતા સુનિશ્ચિત કરવી.
ADVERTISEMENT
RBIએ નિયમોમાં સુધારો કર્યો છે અને એલર્ટ સિસ્ટમ ફરજિયાત બનાવી છે. જેમાં હવે તમને કોઈ પણ રિકરિંગ પેમેન્ટના 24 કલાક અગાઉ એલર્ટ પ્રાપ્ત થશે. મતલબ કે, બેંકોએ હવે ટ્રાન્જેક્શનના ઓછામાં ઓછા 24 કલાક પહેલા પ્રી-ડેબિટ નોટીફીકેશન મોકલવાની જરૂર રહેશે.
ADVERTISEMENT
આ નોટીફીકેશનમાં વેપારીનું નામ, ટ્રાન્જેક્શનની રકમ અને ડેબિટ તારીખ સામેલ હશે. જેમાં યુઝર્સ પાસે પેમેન્ટ રદ કરવાનો વિકલ્પ હશે. તમને માત્ર ઓટો-ડેબિટ પહેલાં જ નહીં, પણ પૈસા કાપ્યા બાદ પણ તાત્કાલિક એલર્ટ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.