બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:25 PM, 22 April 2026
Real Estate Investment: ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મેટ્રો સિટીમાં વધતાં જતાં પ્રોપર્ટીના ભાવ અને ઓછી ભાડાની આવકને કારણે સામાન્ય રોકાણકાર માટે ત્યાં રોકાણ કરવું મુશ્કેલ બન્યું છે. પરિણામે રોકાણકારો હવે વધુ સસ્તા અને ઊંચા રિટર્ન આપતા વિકલ્પોની શોધમાં છે. આ પરિસ્થિતિમાં 2 ટિયર શહેરો નવા આશાવાદી ઇન્વેસ્ટમેન્ટ સ્પોટ તરીકે આગળ આવી રહ્યા છે. જ્યાં ઓછા ખર્ચે સારી મિલકત મેળવવાની તક મળી રહી છે.
ADVERTISEMENT
રિયલ ઇન્વેસ્ટમેન્ટને લગતી જાણીતી સંસ્થાઓના 2026 ના અહેવાલો અનુસાર રિયલ એસ્ટેટનો વિકાસ હવે મહાનગરોથી હટીને ટાયર-2 શહેરોમાં ઝડપથી વધી રહ્યો છે. આ શહેરોમાં મિલકતના ભાવ હજી પણ બજેટમાં છે અને ભવિષ્યમાં ભાડાની આવક તેમજ પ્રોપર્ટીની વેલ્યૂમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. તેથી જે રોકાણકારો લાંબા ગાળે સુરક્ષિત અને નફાકારક રોકાણ કરવા માંગે છે, તેમના માટે આ શહેરો એક ઉત્તમ વિકલ્પ બની રહ્યા છે.
ADVERTISEMENT
ભારતનું સૌથી સ્વચ્છ શહેર અને ‘મીની મુંબઈ’ તરીકે ઓળખાતું ઇન્દોર હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. સુપર કોરિડોર અને વિજય નગર જેવા વિસ્તારોમાં તેજ વિકાસ સાથે શહેરમાં નવી તકો ઊભી થઈ રહી છે. આઇટી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સના વધતા પ્રભાવને કારણે યુવા વસ્તીનું પ્રમાણ વધ્યું છે. જેનાથી ભાડાની માંગમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને મજબૂત માળખાગત સુવિધાઓના કારણે ઇન્દોરમાં ઓછા બજેટમાં પ્લોટ અથવા ફ્લેટમાં રોકાણ કરવું ભવિષ્યમાં સારી મૂડી વૃદ્ધિ અને સ્થિર આવક માટે એક આકર્ષક વિકલ્પ બની રહ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
‘નવાબોનું શહેર’ તરીકે ઓળખાતું લખનૌ હવે રોકાણકારો માટે એક આકર્ષક હોટસ્પોટ બની રહ્યું છે. જ્યાં મજબૂત એક્સપ્રેસવે નેટવર્ક અને મેટ્રો કનેક્ટિવિટી વિકાસને ગતિ આપી રહી છે. શહીદ પાથ કોરિડોર અને ગોમતી નગર જેવા વિસ્તારો પ્રીમિયમ રહેણાંક વિસ્તારોમાં રૂપાંતરિત થઈ ચૂક્યા છે. જ્યારે પૂર્વાંચલ એક્સપ્રેસવે અને આઉટર રિંગ રોડ શહેરની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવે છે. દિલ્હી-એનસીઆરની તુલનામાં અહીં મિલકતના ભાવ હજુ પણ સસ્તા છે. પરંતુ તેની સામે ભાડાની માંગમાં દર વર્ષે લગભગ 8-10% જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જે લખનૌને લાંબા ગાળાના નફાકારક રોકાણ માટે ઉત્તમ વિકલ્પ બનાવે છે.
ADVERTISEMENT
ગિફ્ટ સિટીના ઝડપી વિકાસને કારણે અમદાવાદના રિયલ એસ્ટેટ બજારમાં મોટું પરિવર્તન આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ અને વિસ્તરતા ઔદ્યોગિક ક્ષેત્રોના પ્રભાવથી શહેર હવે વૈશ્વિક રોકાણકારો માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. ઉત્તમ રસ્તાઓ અને આધુનિક નાગરિક સુવિધાઓ અમદાવાદને મોટા મેટ્રોપોલિટન શહેરો સાથે ટક્કર આપનાર બનાવે છે. 2026ના બજાર અહેવાલો મુજબ અહીં રહેણાંક અને વેપાર બંને સેગમેન્ટમાં રોકાણકારોને આકર્ષક અને મજબૂત વળતર મળવાની સંભાવનાઓ વધતી જઈ રહી છે.
ADVERTISEMENT
‘ગુલાબી શહેર’ તરીકે ઓળખાતું જયપુર હવે માત્ર પ્રવાસન માટે જ નહીં પરંતુ રોકાણ માટે પણ મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (DME)ના વિકાસે શહેરની પહોંચ અને માંગ બંનેમાં વધારો કર્યો છે. જગતપુરા અને અજમેર રોડ જેવા વિસ્તારોમાં પ્લોટેડ પ્રોજેક્ટ્સ માટે ખાસ માંગ જોવા મળી રહી છે. જ્યારે સારી કનેક્ટિવિટી અને આધુનિક જીવનશૈલી સ્થળાંતર કરનારાઓને આકર્ષે છે. અહીં ભાડાની આવકનો મોટો આધાર કામકાજી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ પર છે, જેના કારણે મિલકતો લાંબા સમય સુધી ખાલી રહેવાની શક્યતા ખૂબ ઓછી રહે છે અને રોકાણકારોને સ્થિર આવક મળે છે.
ચેન્નાઈ અને બેંગલુરુમાં વધતા ખર્ચને કારણે હવે રોકાણકારોનું ધ્યાન કોઈમ્બતુર તરફ વળી રહ્યું છે. ‘દક્ષિણ ભારતના માન્ચેસ્ટર’ તરીકે ઓળખાતું આ શહેર ઉત્પાદન ઉદ્યોગ સાથે સાથે આઈટી ક્ષેત્રમાં પણ ઝડપી વિકાસ કરી રહ્યું છે. અનુકૂળ વાતાવરણ અને ઉચ્ચ જીવન ગુણવત્તા તેને નિવૃત્તિ તેમજ લાંબા ગાળાના રોકાણ માટે આદર્શ બનાવે છે. અહીં ભાડાની ઉપજ સામાન્ય રીતે સ્થિર રહે છે અને મિલકત બજાર ભાવ સ્થિરતા સાથે સતત વિકાસની સંભાવનાઓ પ્રદાન કરે છે. જે રોકાણકારો માટે વિશ્વસનીય વિકલ્પ સાબિત થાય છે.

મિલકતમાં રોકાણ કરતા પહેલા કેટલીક અગત્યની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હંમેશા એવા વિસ્તારો પસંદ કરો જે મેટ્રો સ્ટેશન, એક્સપ્રેસવે અથવા આઈટી પાર્કની નજીક હોય. કારણ કે આવા સ્થળોએ ભવિષ્યમાં વધુ વિકાસ અને વધતા મૂલ્યની શક્યતા હોય છે. સાથે જ પ્રોજેક્ટ RERA હેઠળ નોંધાયેલ છે તેની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે. જેથી તમારું રોકાણ સુરક્ષિત રહે. ઉપરાંત કોઈપણ નિર્ણય લેતા પહેલા તે વિસ્તારમાં પીજી રહેઠાણ અથવા ભાડાના ફ્લેટની માંગ કેટલી છે તેનું યોગ્ય મૂલ્યાંકન કરવાથી તમને સ્થિર અને સારું વળતર મેળવવામાં મદદ મળશે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.