બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:35 PM, 22 April 2026
Gold-Silver Rate Today: શેરબજારમાં આજે બુધવારના દિવસે ભારે કડાકો બોલ્યો હતો. (Stock Market Crash) તો એનાથી વિપરીત બીજી તરફ સોના અને ચાંદીના ભાવમાં (Gold-Silver Rate) જબરદસ્ત તેજી જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સ્ચેન્જ MCX પર છેલ્લા કેટલાય દિવસોથી ચાંદીના ભાવમાં સતત થઈ રહેલા ઘટાડામાં રોક લાગી છે અને હવે ચાંદીના ભાવમાં સીધો 6000 રૂપિયા પ્રતિ કિલોનો ઉછાળો આવ્યો છે તો બીજી તરફ સોનાના ભાવમાં પણ વધારો નોંધાયો છે.
ADVERTISEMENT
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર થયા બાદ પણ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા યથાવત છે. બંને દેશો વચ્ચે તણાવ ચાલુ રહેતા તેનું સીધો પ્રભાવ આર્થિક બજારો પર જોવા મળી રહ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે શેરબજારમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે સોનું અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણકારોનું વલણ વધતા તેમના ભાવોમાં તેજી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ચાંદીના બજારમાં પણ મહત્વપૂર્ણ હલચલ નોંધાઈ છે. MCX એક્સચેન્જ પર 5 મેના એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ પાછલા ટ્રેડિંગ દિવસે 2,50,698 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. જોકે બુધવારે બજાર ખુલતા જ તેમાં ઘટાડો થઈ ભાવ 2,44,701 રૂપિયા સુધી પહોંચી ગયો. આ પ્રમાણે ભાવમાં 5997 નો ફેરફાર નોંધાયો છે. આમ ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ રેટ્સથી ઘણું નીચે ટ્રેડ થઈ રહી છે. જાન્યુઆરીમાં ચાંદીનો ભાવ પહેલી વાર 4,00,000 પાર કરી 4,39,337 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો હતો. પરંતુ છેલ્લા દિવસોની સરખામણીમાં હાલ ચાંદીના ભાવમાં 6000 રૂપિયાનો વધારો નોંધાયો છે.

ADVERTISEMENT
સોનાના બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે. 5 જૂનના વાયદા માટે મંગળવારે સોનાનો ભાવ 1,51,671 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. જ્યારે બુધવારે બજાર ખુલતા ભાવ વધીને 1,53,699 રૂપિયા પર પહોંચી ગયો. આ પ્રમાણે 24 કેરેટ સોનાના ભાવમાં 2028 રૂપિયાનો વધારો નોંધાયો છે. રોકાણકારો દ્વારા સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં વધતી માંગને કારણે આ તેજી જોવા મળી રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
તાજેતરના વધારા છતાં સોનું અને ચાંદી બંને તેમના ઓલ ટાઈમ હાઈ લેવલથી હજુ પણ નીચે ટ્રેડ થઈ રહ્યા છે. MCX પર જાન્યુઆરી મહિનામાં સોનાએ પહેલી વાર 2,00,000 પ્રતિ 10 ગ્રામનો આંકડો પાર કર્યો હતો અને 2,02,984 સુધી ભાવ પહોંચ્યો હતો. હાલના દર મુજબ સોનું લગભગ 49,285 રૂપિયા સસ્તુ છે.
ADVERTISEMENT

આ દરમિયાન શેરબજારમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. બુધવારે ટ્રેડિંગના ત્રીજા દિવસે BSE સેન્સેક્સમાં લગભગ 800 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે NSE નિફ્ટી પણ 200 પોઈન્ટ જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે બજારમાં દબાણ વધ્યું છે. આ પરિસ્થિતિમાં રોકાણકારો માટે સાવચેતી રાખવી જરૂરી બની છે. કારણ કે આવનારા દિવસોમાં બજારમાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
(DISCLAIMER બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.