બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / યુવા ભારતીયો માટે ઓસ્ટ્રેલિયામાં નોકરીનો ગોલ્ડન ચાન્સ, ઝડપી વિઝા માટે ફટાફટ કરો અરજી

Visa / યુવા ભારતીયો માટે ઓસ્ટ્રેલિયામાં નોકરીનો ગોલ્ડન ચાન્સ, ઝડપી વિઝા માટે ફટાફટ કરો અરજી

Last Updated: 11:42 PM, 16 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાએ એક નવી પહેલ શરૂ કરી છે જે હેઠળ 18 થી 30 વર્ષની વયના 1,000 ભારતીય નાગરિકોને એક વર્ષ માટે દેશમાં કામ કરવાની અને હોલિ ડે મનાવવાની મંજૂરી આપવામાં આવશે. વર્કિંગ હોલિડે મેકર પ્રોગ્રામ નામની આ પહેલનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો છે.

જો તમે ઓસ્ટ્રેલિયા જવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. ઓસ્ટ્રેલિયાએ હાલમાં એક નવી પહેલ શરૂ કરી છે જે 18 થી 30 વર્ષની વયના 1,000 જેટલા ભારતીય નાગરિકોને એક વર્ષ માટે દેશમાં કામ કરવા અને હોલિ ડે મનાવવાની મંજૂરી આપવામાં આવશે. આ પહેલ ઓસ્ટ્રેલિયન વર્કિંગ હોલીડે મેકર પ્રોગ્રામ હેઠળ આવે છે. ભારત 16 સપ્ટેમ્બર, 2024ના રોજ સત્તાવાર રીતે આ કાર્યક્રમમાં જોડાયું છે.

visa-simple_0

ઓસ્ટ્રેલિયામાં એક વર્ષ માટે રહેવાની છૂટ મળશે

ઓસ્ટ્રેલિયાના આસિસ્ટન્ટ ઇમિગ્રેશન મિનિસ્ટર મેટ થિસલેથવેટે સોમવારે આ જાહેરાત કરી હતી. મંજૂર વ્યક્તિઓને ઓસ્ટ્રેલિયામાં એક વર્ષ માટે રહેવાની છૂટ મળશે અને પછી જો તમે લાયક છો, તો પછીના વર્ષે બીજા વિઝા માટે અરજી કરી શકો છો.

VISA-1.width-800

બંને દેશોના સંબંધો મજબૂત થશે

આ પહેલને બંને દેશો વચ્ચેના સામાજિક અને આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવાની દિશામાં એક મોટા પગલા તરીકે જોવામાં આવી રહી છે. આ લોકપ્રિય ઓસ્ટ્રેલિયન કાર્યક્રમમાં સામેલ થનારો ભારત 50મો દેશ બન્યો છે. ઑસ્ટ્રેલિયા 1 ઑક્ટોબર, 2024 થી યુવા ભારતીય નાગરિકો માટે વાર્ષિક 1,000 મલ્ટિપલ-એન્ટ્રી વિઝા જાહેર કરશે.

વધુ વાંચો : આ છે વિશ્વનાં એવાં દેશો જ્યાં વગર નોકરીએ ભારતીયોને મળી જાય છે વર્ક વિઝા? જુઓ લિસ્ટ

અરજીનો સમયગાળો 1 ઑક્ટોબરથી રહેશે

તમને જણાવી દઈએ કે વર્ક અને હોલિડે વિઝા માટે અરજીનો સમયગાળો 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2024 સુધીનો છે. પસંદગી કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. સફળ અરજદારોને ઑસ્ટ્રેલિયામાં કામ કરવાની છૂટ આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનની વેબસાઈટે જણાવ્યું હતું કે જો અરજદારો અમુક જરૂરિયાતોને પૂરી કરે તો તેઓ કામ અને રજાના વિઝા માટે પણ અરજી કરી શકશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Holidayvisa Australia AustraliaHolidayVisa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ