બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:14 AM, 19 August 2026
ઓસ્ટ્રેલિયામાં રહેતી એક ભારતીય મહિલાને એવા અનુભવનો સામનો કરવો પડ્યો જેની તેણે કદાચ ક્યારેય કલ્પના પણ કરી નહોતી. તેણે જણાવ્યું કે તે માત્ર પાંચ મિનિટ માટે ગરમ પાણીથી સ્નાન કરવા ગઈ હતી, પરંતુ બહાર આવી ત્યારે તેણે જોયું કે બિલ્ડિંગનું ફાયર એલાર્મ જોરથી વાગી રહ્યું હતું. ત્યારબાદ તેને લગભગ 1,800ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે આશરે 1.3 લાખ રૂપિયાનું બિલ પકડાવવામાં આવ્યું.
ADVERTISEMENT
મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર આખી ઘટના શેર કરતી એક વીડિયો શેર કર્યો. તેના જણાવ્યા મુજબ, તેમને ઠંડી લાગતી હતી, તેથી સ્નાન કરતી વખતે તેમણે બાથરૂમનો એક્ઝોસ્ટ ફેન ચાલુ કર્યો ન હતો. તેઓ લગભગ પાંચ મિનિટથી સ્નાન કરી રહ્યા હતા ત્યારે જ અચાનક બિલ્ડિંગનું ફાયર એલાર્મ વાગવા લાગ્યું.
શરૂઆતમાં તેને લાગ્યું કે કદાચ 'ફાયર ડ્રિલ' ચાલી રહી હશે. પરંતુ પછી, બિલ્ડિંગ મેનેજર તેના એપાર્ટમેન્ટ પર આવ્યા. ત્યારબાદ તેને સમજાયું કે સંભવતઃ તેના બાથરૂમમાંથી નીકળેલી વરાળને કારણે એલાર્મ વાગ્યું હતું. તે મહિલાને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે આખરે ફાયર એલાર્મ બાથરૂમની આટલી નજીક શા માટે લગાવવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પાંચ મિનિટના શાવરની કિંમત લગભગ 1.3 લાખ રુપિયા!
ત્યારબાદ તે મહિલાને અસલી આંચકો લાગ્યો. તેમનો દાવો છે કે આ ઘટના બાદ તેમની પાસેથી 1,800 ઓસ્ટ્રેલિયન ડોલર વસૂલવામાં આવ્યા હતા. તેમના કહેવા મુજબ, આ બિલમાં ઘટનાસ્થળે ફાયર સર્વિસના આગમનનો ખર્ચ સામેલ હતો. બીજા શબ્દોમાં કહીએ તો, પાંચ મિનિટના શાવરનો ખર્ચ લગભગ 1.3 લાખ રૂપિયા થયો!
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ વિવિધ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું. સૌથી મોટો સવાલ એ હતો કે: શું સામાન્ય શાવરની વરાળને કારણે ફાયર એલાર્મ વાગવું જોઈએ?
મહિલાની સાથે બનેલી ઘટના પર સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?
ADVERTISEMENT
એક યુઝર પોતાનો અનુભવ જણાવતા કહ્યું, "હું પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયો છું. તે ચાર્જ ચૂકવવાનો ઇનકાર કરો. શાવરની વરાળને કારણે ફાયર એલાર્મ ન વાગવું જોઈએ, તેનો અર્થ એ છે કે એલાર્મ જરૂર કરતાં વધુ સંવેદનશીલ છે."
એક યુઝરે કમેન્ટ કરી, "કદાચ પહેલી વારની ઘટના માટે તેમણે તમારી પાસેથી ચાર્જ ન લેવો જોઈએ, સિવાય કે આ વારંવાર થતી આદત હોય." દરમિયાન, એક યુઝરે આશ્ચર્ય વ્યક્ત કરતા પૂછ્યું, "આખરે આવું કેવી રીતે બન્યું? ગરમ પાણી કે વરાળથી ફાયર એલાર્મ કેવી રીતે વાગી શકે?" અન્ય એક વ્યક્તિએ તે મહિલાને સલાહ આપી, "તમારે તેમને એલાર્મની તપાસ કરવાનું કહેવું જોઈએ. આમાં તમારો કોઈ વાંક નથી."
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવેથી અમેરિકામાં પણ ભારતની જેમ SIR શરૂ! ટ્રમ્પની પોસ્ટથી મચ્યો હડકંપ
જોકે, મહિલા પર લાદવામાં આવેલા 1,800 ઓસ્ટ્રેલિયન ડોલરના ચાર્જ કે એલાર્મ વાગવા પાછળના તકનીકી કારણો અંગે કોઈ સ્વતંત્ર પુષ્ટિ મળી નથી. તેથી, હાલ પૂરતું આ સમગ્ર મામલો મહિલાના દાવાઓ અને તે પછી સોશિયલ મીડિયા પર શરૂ થયેલી ચર્ચા પર આધારિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.