બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Attack on SMC team in Devgarh Baria of Dahod

હુમલો / ગુજરાતમાં બુટલેગરની આટલી તાકાત? દારૂ પકડવા આવેલ ટીમ પર ગોળીબાર-ગાડી ચઢાવવાનો પ્રયાસ

Dinesh

Last Updated: 03:54 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદના દેવગઢ બારીયામાં SMCની ટીમ દરોડા પાડવા ગઈ હતી ત્યારે બુટલેગર ભીખુ પરમારે હુમલો કર્યો હતો, બુટલેગર અને SMC વચ્ચે સામ-સામે ફાયરિંગ થયું છે.

  • દાહોદના દેવગઢ બારીયામાં SMCની ટિમ પર હુમલો
  • બુટલેગર ભીખુ પરમારે પોલીસ પર ફાયરિંગ કર્યુ
  • પોલીસે 4 રાઉન્ડ ફાયરિંગ કરીને આપ્યો વળતો જવાબ


ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અનેક વાર દારૂની રેમલછેલ જોવા મળે છે. જે દારૂની હેરફેર અને વેચાણ માટે બૂટલેગરો પણ અવનવી તરકબી અપવાની રહ્યાં છે તેમજ બેફામ બની રહ્યાં હોય તેવું જણાવી રહ્યાં છે. દાહોદના ધાનપુરના પાંચીયાશાળ ગામની બોર્ડર પર વિજિલન્સની ટીમ પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. 

દાહોદના દેવગઢ બારીયામાં SMC ટિમ પર હુમલો
દાહોદના ધાનપુરના પાંચીયાશાળ ગામની બોર્ડર પર વિજિલન્સની ટીમ પર હુમલો થયો છે. વિજિલન્સ ટીમ પર બુટલેગર ભીખુ પરમારે ગાડી ચડાવવાનો પ્રયાસ પણ કર્યો છે. બુટલેગરે વિજિલન્સની ટીમ પર ફાયરિંગ કર્યું હતું જે સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે. ભીખુ પરમારે પોલીસ પર 8 રાઉન્ડ ફાયરિંગ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જેના વળતા જવાબમાં પોલીસે પણ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 

હુમલોની પ્રતિકાત્મક તસવીર

SMCની ટીમ અને બુટલેગર દ્વારા સામ સામે ફાયરિંગ
SMC ટીમના દરોડા દરમિયાન સામ-સામે ફાયરિંગ થયું હતું. પાંચીયાશાળ ગામે દારૂની રેડ કરવા માટે વિજિલન્સની ટીમ પહોંચી હતી જે દરમિયાન બુટલેગરે SMCની ટીમ પર હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી છે.

પ્રતિકાત્મક તસવીર

દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો 
થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. વલસાડ LCB પોલીસે ભિલાડ પાસેથી રૂપિયા 7 લાખ 87 હજારના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં મહારાષ્ટ્રના PSI મુખ્ય સૂત્રધાર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. વિગતો અનુસાર મહારાષ્ટ્રના PSI ધાનગડે વોટ્સએપના માધ્યમથી દારૂનો ઓર્ડર લેતા હતા જે બાબતે તલાસરીના PSI ધાનગડે સહિત 3 આરોપી વોન્ટેડ જાહેર કરાયા. વિદેશી દારૂ વડોદરા લઈ જવાતો હોવાનું પણ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે, વલસાડ પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ