બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / attack on famous singer in Canada by Lawrence Bishnoi's gang, Gippy Grewal says - Salman Khan is not my friend

હુમલો / લોરેન્સ બિશ્નોઈની ગેંગ દ્વારા ફેમસ સિંગર પર કેનેડામાં જીવલેણ હુમલો, ગિપ્પી ગ્રેવાલે કહ્યું- સલમાન ખાન મારો મિત્ર નથી

Megha

Last Updated: 12:08 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગિપ્પી ગ્રેવાલે કહ્યું છે કે સલમાન ખાન તેનો મિત્ર નથી અને તેને ક્યારેય કોઈની સાથે દુશ્મની પણ કરી નથી. તેની સાથે આવું કેમ થયું તે હજુ પણ તે સમજી શક્યા નથી.

  • ગિપ્પી ગ્રેવાલના કેનેડા સ્થિત ઘર પર હુમલો થયો હતો
  • આ હુમલો સલમાન ખાન માટે એક સંદેશ હતો
  • ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ આ હુમલાની જવાબદારી લીધી 

એક્ટર-સિંગર ગિપ્પી ગ્રેવાલના કેનેડા સ્થિત ઘર પર હુમલો થયો હતો. તેના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ તેની જવાબદારી લીધી છે. બિશ્નોઈએ ખુલ્લેઆમ કહ્યું છે કે ગેંગસ્ટરે ફેસબુક પર લખ્યું છે કે 'આ હુમલો સુપરસ્ટાર સલમાન ખાન માટે એક સંદેશ હતો' કારણ કે ગિપ્પી તેને પોતાનો ભાઈ માને છે. આ વાતથી ગ્રેવાલને ખૂબ જ આશ્ચર્ય થયું.

હવે તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં ગિપ્પી ગ્રેવાલે કહ્યું છે કે સલમાન ખાન તેનો મિત્ર નથી અને તેને ક્યારેય કોઈની સાથે દુશ્મની પણ કરી નથી. તેની સાથે આવું કેમ થયું તે હજુ પણ તે સમજી શક્યા નથી.

ગિપ્પી ગ્રેવાલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું સલમાન ખાન સાથે મિત્ર નથી. હું તેને એક કે બે વાર જ મળ્યો છું. આમાંથી એક વખત હું સલમાનને મળ્યો જ્યારે હું ફિલ્મ 'મૌજાન હી મૌજાન'ના પ્રમોશન માટે ગયો હતો. ફિલ્મ 'મૌજાન હી મૌજાન'ને સપોર્ટ કરનાર નિર્માતાએ ટ્રેલર લોન્ચ માટે સલમાન ખાનને બોલાવ્યો હતો. હું તેને ત્યાં મળ્યો. અગાઉ હું તેને 'બિગ બોસ'ના સેટ પર મળ્યો હતો. મારી સલમાન ખાન સાથે કોઈ મિત્રતા નથી અને તેનો ગુસ્સો મારા પર કાઢવામાં આવી રહ્યો છે. મારી સાથે જે પણ થયું છે તે હું માની શકતો નથી.”

આ ઘટના શનિવારે રાત્રે બની હતી
સિંગરે વધુમાં કહ્યું કે મારું ઘર વેસ્ટ વેનકુવરમાં છે, આ ઘટના ત્યાં બની હતી. લગભગ રાત્રીના 12.30 થી 1 વાગ્યાનો સમય હતો. જ્યારે આ ઘટના બની ત્યારે હું ચોંકી ગયો હતો કારણ કે મેં અગાઉ ક્યારેય કોઈ વિવાદનો સામનો કર્યો નથી. મારી ક્યારેય કોઈની સાથે દુશ્મની નથી. એટલા માટે હું કલ્પના પણ કરી શકતો ન હતો કે હુમલા પાછળ કોનો હાથ હોઈ શકે છે. જણાવી દઈએ કે હુમલા બાદ લોરેન્સ બિશ્નોઈએ ગિપ્પીને લખ્યું હતું કે, 'સલમાન ખાન કો બહુત ભાઈ-ભાઈ કરતા હૈ, બોલ અબ બચાયે તુઝે તેરા ભાઈ'.

ગેંગસ્ટરે સલમાનને લખ્યું હતું કે 'તમને એવો ભ્રમ છે કે દાઉદ તમને મદદ કરશે. તમને અમારાથી કોઈ બચાવી શકશે નહીં. સિદ્ધુ મૂઝવાલાના મૃત્યુ પર તમારી ડ્રામાવાળી પ્રતિક્રિયા કોઈના ધ્યાનમાં ન આવી. આપણે બધા જાણીએ છીએ કે તે કેવો વ્યક્તિ હતો અને તેના અપરાધિક કનેક્શન હતા. હવે તમે અમારા રડાર પર છો. આને ટ્રેલર ગણો. સંપૂર્ણ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. તમે ઇચ્છો તે કોઈપણ દેશમાં ભાગી જાઓ, પરંતુ યાદ રાખો કે મૃત્યુને વિઝાની જરૂર નથી. તે બિનઆમંત્રિત આવે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ