બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / atharva ankolekar fifer helps india to win acc u19 asia cup title for the seventh time after beating bangladesh in final
ADVERTISEMENT
ભારત પહેલા બેટિંગ કરી 106 રન પર ઓલઆઉટ થયું
અર્થવ અંકોલેકર (5 વિકેટ) ની અસાધારણ બોલિંગને કારણે ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે શનિવારે એસીસી અંડર-19 એશિયા કપના ખુબ જ રોમાંચક ફાઇનલમાં બાંગ્લાદેશને 5 રનથી હરાવી સાતમી વાર ટાઇટલ જીત્યું. ભારતે પહેલા બેટિંગ કરી અને 106 રન પર ઓલઆઉટ થઇ ગઇ. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 33 ઓવરમાં 101 રન પર ઓલઆઉટ થઇ ગઇ. ભારતની જીતના હીરો રહેલા મુંબઇની બસ કંડક્ટરના પુત્ર અર્થવ અંકોલેકર, જેમણે 8 ઓવરમાં બે મેડન સહિત 28 રન આપી પાંચ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT

ભારતનો ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય
ADVERTISEMENT
ભારતના કેપ્ટન જુરૈલે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો. આ નિર્ણય ત્યારે ખોટો સાબિત થયો જ્યારે 53 રન પર અડધી ટીમ પવેલિયન પાછી ફરી. ભારતની શરૂઆત ખુબજ ખરાબ રહી. સ્કોરબોર્ડ પર 3 રન બન્યા જ હતા કે તનજિમ હસન સાકિબે અર્જુન આઝાદને અકબર અલીના હાથો કેચ આઉટ કર્યો. ત્યારબાદ તિલક વર્મા (2)ને મૃત્યુંજય ચૌધરીએ વિકેટકીપર અકબર અલીના હાથો કેચઆઉટ કરી ભારતને બીજો ઝટકો આપ્યો. જલ્દી જ સુવેદ પાર્કર (4) રનઆઉટ થઇ ગયા. 8 રન પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારતને કેપ્ટન ધ્રુવ જુરૈલ (33) અને શાશ્વત રાવતે (19) સંભાળવાની કોશિશ કરી.
ધ્રુવ-શાશ્વતની ચોથી વિકેટ માટે 45 રનની ભાગીદારી
ADVERTISEMENT
ધ્રુવ-શાશ્વતે ચોથી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરતા ભારતને 50 રનની પાર પહોંચાડ્યા. સ્કોર 53 પર પહોંચ્યો જ હતો કે ભારતને બે મોટા ઝટકા લાગ્યા. શમીમ હુસૈને ત્રણ બોલની અંદર રાવત અને વરુણ લવાંડેને પવેલિયન મોકલી દીધા. અથર્વ અંકોલેકર (2) રનઆઉટ થયા. કેપ્ટન જુરૈલને શમીમને પોતાના ત્રીજા શિકાર બનાવ્યા. ત્યારબાદ કરણ લાલે (37) ઇનિંગ રમીને ભારતને 100 રન પાર પહોચાડ્યું. બાંગ્લાદેશની તરફથી શમીમ હુસૈન અને મૃત્યુંજય ચૌધરીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. શાહીન આલમ અને તનજિમ હસન સાકિબ 1-1 વિકેટ મેળવવામાં સફળતા મેળવી.

ADVERTISEMENT
અંકોલેકરની ફિરકીનો જાદૂ
લક્ષ્યનો પીછો કરવા ઉતરી બાંગ્લાદેશની શરૂઆત આકાશ સિંહે બગાડી હતી. એમણે તનજિદ હસનને ખાતુ પણ ખોલવા ન દીધુ અને એલબીડબલ્યૂ આઉટ કર્યો. બાંગ્લાદેશનો સ્કોર જ્યારે 13 રન થયો ત્યારે તેને બે મોટા ઝટકા લાગ્યા. વિદ્યાધર પાટિલે પરવેજ હુસૈન ઇમો (5) લવાન્ડાના હાથો કેચ આઉટ કરાવ્યો. જ્યારે આકાશ સિંહે તૌહિદ હૃદયને ક્લીન બોલ્ડ કરી દીધો. આમ બાંગ્લાદેશની અડધી ટીમ 40 રનના સ્કોર પર પવેલિયન પાછી ફરી. ત્યારબાદ અંકોલેકરની ફિરકીનો જાદૂ ચાલ્યો. એમણે ફટાફટ બાંગ્લાદેશના લોઅર ઓર્ડરને વિખેરી ભારતને ચેમ્પિયન બનાવ્યું.
ADVERTISEMENT
મેન ઓફ ધ મેચ અંકોલેકરે શહાદત હુસૈન (3), અકબર અલી (23), શમીમ હુસૈન (7), તનજિમ હસન સાકિબ (12) અને શાહીન આલમને પોતાના શિકાર બનાવ્યા. અંકોલેકરે શાહીનને ક્લીન બોલ્ડ કરી ભારતની જીત પર મુહર લગાવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.