બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / અજબ ગજબ / વિશ્વ / At the time of execution, the accused turned out to be positive

નસીબનો ખેલ / આને કહેવાય કિસ્મત! ફાંસી આપવાના સમયે આરોપી નીકળ્યો કોરોના પોઝીટીવ પછી જે થયું...

Kinjari

Last Updated: 10:36 AM, 10 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ તસ્કરી મામલામાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ સજાના એક દિવસ પહેલા જ તે કોરોના પોઝીટીવ નીકળ્યો તો જજ પણ હેરાન રહી ગયા હતા.

  • શખ્સે તમામ કોર્ટમાં કરી હતી રાહતની અપીલ
  • સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી
  • રાષ્ટ્રપતિએ પણ દયાની અરજીને સ્વિકારી નહી
  • ફાંસી પહેલા શખ્સ થયો કોરોના પોઝીટીવ

ભારતીય મૂળના શખ્સને ફાંસી
ભારતીય મૂળના આ શખ્સને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ તેના એક દિવસ પહેલા તે સંક્રમિત થઇ ગયો હતો. સિંગાપુરમાં સૌથી ચર્ચિત ફાંસી ટળી ગઇ હતી. જો કે આગળની સુનવણી પહેલા તેને ફાંસી નહી થાય. 

2009માં થઇ હતી ધરપકડ
ભારતીય મૂળના ધર્મલિંગમને માદક પદાર્થની તસ્કરીના આરોપમાં બુધવારે ફાંસી પર ચઢાવવાનો હતો. તેને 2009માં પકડવામાં આવ્યો હતો. તેના એક વર્ષ બાદ એટલે કે 2010માં તેને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી હતી પરંતુ તેણે 2011માં ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી અને ન્યાય ન મળવા પર સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી પરંતુ 2019માં તેની અપીલ રદ્દ કરી દેવામાં આવી હતી. 2019માં જ રાષ્ટ્રપતિએ પણ તેને રાહત ન આપી. આ મામલો થોડા સમયથી ઇન્ટરનેશનલ ન્યૂઝમાં છવાયેલો હતો. 

મલેશિયા PMએ લખી ચિઠ્ઠી
ધર્મલિંગમ માટે મલેશિયાના પ્રધાનમંત્રી ઇસ્માઇલ સબરી યાકોબે સિંગાપુરના પીએમ લી સીન લૂંગને પત્ર પણ લખ્યો હતો. તે સિવાય માનવઅધિકાર સંગઠનોએ પણ રાહત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. ધર્મલિંગમને માફી આપવા સંબંધિત ઓનલાઇન અરજી પર 70000 લોકોએ પોતાની સહી કરી હતી પરંતુ તેને રાહત મળી શકી નહી. 

ફાંસી પહેલા કોરોના પોઝીટીવ
આટલું થયા હોવા છતાં તેને રાહત નહોતી મળી પરંતુ ફાંસીના એક દિવસ પહેલા તે કોરોના પોઝીટીવ થઇ ગયો હતો. જેના કારણે તેને ફાંસી આપી શકાય નહી. હજુ આ મુદ્દે જજે કોઇ ફેંસલો આપ્યો નથી પરંતુ રામ રાખે તેને કોણ ચાખે કહેવત અહીં સત્ય ઠરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ