ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Astrology Rashifal Shani transit to change fortunes for these Zodiac Signs

રાશિફળ / શનિની ચાલ બદલશે 3 રાશિના જાતકોનું નસીબ, જીવશે રાજા જેવું જીવન

Published By: Vidhata

Last Updated: 12:46 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 એપ્રિલે બપોરે શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેનો સ્વામી ગુરુ છે. શનિની ચાલ કેટલીક રાશિઓને માલામાલ કરી શકે છે તો કેટલીક રાશિઓ માટે સમય મુશ્કેલ રહેશે.

ADVERTISEMENT

શનિદેવ 6 એપ્રિલે પોતાની ચાલ બદલશે. કુંભ રાશિમાં વિરાજમાન શનિદેવ શનિવારે પોતાનું નક્ષત્ર પરિવર્તન કરશે. શનિવારે બપોરે શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જેનો સ્વામી ગુરુ ગ્રહ છે. શનિના નક્ષત્રમાં પરિવર્તનનો પ્રભાવ તમામ રાશિઓ પર પડશે. દ્રિક પંચાંગ અનુસાર શનિદેવનો આગામી નક્ષત્ર પરિવર્તન 3 ઓક્ટોબરે થશે. એવામાં શનિની બદલાતી ચાલ 2 ઓક્ટોબર સુધી કેટલીક રાશિઓને માલામાલ કરી શકે છે તો કેટલાકને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડશે. ચાલો જાણીએ શનિના નક્ષત્રમાં પરિવર્તનનો પ્રભાવ -

કન્યા રાશિ 

શનિના નક્ષત્રમાં પરિવર્તનથી કન્યા રાશિના જાતકોને લાભ થશે. કાનૂની મામલાઓમાં જીત મળી શકે છે. બિઝનેસ કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. પ્રોપર્ટીમાં કરવામાં આવેલું કોઈ જૂનું રોકાણ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. પરંતુ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વૃશ્ચિક રાશિ 

વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન લાભદાયક માનવામાં આવી રહ્યું છે. વર્ષોથી અટવાયેલા તમારા કામને વેગ મળશે. સંપત્તિમાં વધારો થવાની પણ સંભાવના છે. માતાના સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. વેપાર કરવા માટે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.

કુંભ રાશિ 

કુંભ રાશિના જાતકો માટે શનિનું ગોચર શુભ માનવામાં આવે છે. ઘર-પરિવાર અને પૂર્વજોના આશીર્વાદ મળશે. શનિની કૃપાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધી જશે. વેપારના સંદર્ભમાં તમને લાભ મળશે. પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થવા લાગશે.

કર્ક રાશિ 

કર્ક રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન બહુ લાભકારી માનવામાં આવતું નથી. તમારા કરિયરમાં સહકર્મીઓ સાથે વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારે નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધુ પડતો ખર્ચ મનને પરેશાન કરી શકે છે. બિનજરૂરી તણાવ લેવાનું ટાળો.

વધુ વાંચો: 8 એપ્રિલે થશે વર્ષનું પહેલું પૂર્ણ સૂર્યગ્રહણ, જાણો ભારતમાં સુતક કાળ લાગશે કે નહીં

મીન રાશિ 

મીન રાશિના જાતકો માટે શનિના નક્ષત્રમાં પરિવર્તન શુભ માનવામાં આવતું નથી. નાણાકીય જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. તમારે જીવનમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. કાર્ય પૂર્ણ કરવામાં અવરોધો આવી શકે છે. સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Rashifal Shani transit રાશિફળ શનિ નક્ષત્ર પરિવર્તન શનિદેવ Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ