બ્રેકિંગ ન્યુઝ
8 એપ્રિલ સોમવારે ચૈત્ર અમાસ પર વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ લાગશે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ હશે જેને ખગ્રાસ સૂર્ય ગ્રહણ પણ કહેવામાં આવે છે. વિજ્ઞાન અનુસાર સૂર્ય ગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ એક સામાન્ય ખગોળીય ઘટના હોય છે. પરંતુ જ્યોતિષ અનુસાર તેનો પ્રભાવ સામાન્ય વ્યક્તિના જીવન પર પડે છે.
ADVERTISEMENT

આ સૂર્ય ગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં થવા જઈ રહ્યું છે. સૂર્ય ગ્રહણ ત્યારે લાગે છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે. જેનાથી સૂર્યની દૃષ્ટિ સંપૂર્ણ રીતે અથવા તો આંશિક રીતે અવરોધિત થાય છે.
ADVERTISEMENT
સૂર્ય ગ્રહણનો સમયગાળો
ભારતીય સમયાનુંસાર સૂર્ય ગ્રહણ 8 એપ્રિલે રાત્રે 9 વાગીને 12 મિનિટથી શરૂ થઈ જશે અને તેનું સમાપન રાત્રે 1.20 મિનિટ પર થશે. જોકે આ સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં દેખાય. સૂર્ય ગ્રહણનો સમય 5 કલાક 10 મિનિટનો હશે.

ADVERTISEMENT
સૂર્ય ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે?
આ સૂર્ય ગ્રહણ ભારતમાં નહીં દેખાય. કેનેડા, ઉત્તરી અમેરિકા, મેક્સિકોમાં દેખાશે. તેના ઉપરાંત કોસ્ટા રિકા, ક્યૂબા, ડોમિનિકા, ફ્રેન્ચ પોલિનેશિયા, જમૈકા, આયરલેન્ડ, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, પશ્ચિમી યુરોપ, પેસિફિક, અટલાંટિક, આર્કટિકમાં આ ગ્રહણ દેખાશે.
શું ભારતમાં માન્ય હશે સૂતક કાળ?
આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય. માટે તેનો સૂતક કાળ ભારતમાં માન્ય નહીં ગણાય. એટલે કે આ ગ્રહણ દેશ દુનિયા પર ભૌતિક પ્રભાવ, આધ્યાત્મિક પ્રભાવ, સૂતકનો પ્રભાવ કે કોઈ પ્રકારના ધાર્મિક પ્રભાવ નહીં પડે.
ADVERTISEMENT
આ ગ્રહણ ભારતમાં રહેતા બધા વ્યક્તિ માટે સામાન્ય રહેશે. શાસ્ત્રો અનુસાર ગ્રહણ જ્યાં લાગે છે અને જ્યાં દેખાય છે ત્યાં જ તેનો પ્રભાવ પણ પડે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.