બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Asphalt melting on the bridge connecting Ahmedabad to Gandhinagar creates fear among vehicle drivers

ભ્રષ્ટ્રાચાર / અમદાવાદ થી ગાંધીનગરને જોડતા બ્રિજ પર ડામર પીગળતા વાહન ચાલકોમાં ભયનો માહોલ

Vishal Khamar

Last Updated: 04:00 PM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળા ની ભયંકર શરૂઆત થઈ છે. સૂર્યદેવ ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલ ખોરજ બ્રિજનો ડામર પણ પીગળવાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં ગાડીઓ ચાલકોને વાંધો નથી પણ સામાન્ય ઘરના અને ટુ વ્હીલર લઈને જતા લોકો માથે ભય તોળાઈ રહ્યો છે.

અમદાવાદ થી ગાંધીનગર જતા તરફનો બ્રિજ તો બરાબર છે. પરંતું ગાંધીનગર થી અમદાવાદ તરફ આવતા તરફ ના બ્રિજ ન લેન્ડિંગ પોઇન્ટ પાસે ડામર ઓગળી રહ્યો છે. જે જગ્યાએ ડામર ઓગળી રહ્યો છે ત્યાં થી સૌથી વધુ બાઈક ચાલકો અને ટુ વહિલર જેવા કે એક્ટિવા, બાઈક ચાલકો પસાર થઈ રહ્યા છે. લોકો એવા ભયના ઓથા હેઠળ પસાર થઈ રહ્યા છે કે વાહન ગમે ત્યારે સ્લીપ થઈ શકે છે લગભગ ૫૦૦ મીટર જેટલો બ્રિજના વિસ્તારમાં પીગળેલા ડામર જોવા મળ્યો હતો. 

પીગળેલા ડામર ને તંત્ર ક્યારે હટાવશે ? 
ગાંધીનગર થી અમદાવાદ તરફ ખોરજ બ્રીજ પર બનેલી ઘટનાને લઈ માર્ગ પરથી પસાર થતા સૌ કોઈ લોકો દંગ રહી ગયા હતા. ત્યારે આ સમગ્ર બાબતે બ્રિજ પરથી પસાર થતા લોકોએ જણાવ્યું હતું કે, અમે આ જગ્યા ઉપરથી ખૂબ શાંતિથી પસાર થઈએ છીએ કારણ કે છેલ્લા કેટલાય દિવસથી આ રોડ ઉપર ડામર પીગળી ગયો છે. જેથી અંતરે અંતરે પણ તાત્કાલિક ધોરણે અહીંનું સમાર કામ કરાવવું જોઈએ. જ્યારે જો વાહન સ્પીડમાં હોય તો વાહનનું બેલેન્સ પણ રાખવું ખૂબ અઘરું પડે છે. આમ સરકારે અને તંત્રએ કોન્ટ્રાક્ટરને સાથે રાખીને નિષ્પક્ષ તપાસ કરાવીને આ સમસ્યાનું સમાધાન કરવું જોઈએ.  આમ હાલ તો લોકો સલામતીના ભાગરૂપે લેન્ડિંગ પોઇન્ટ ઉપર વાહન ધીમે કરી દેશે. પરંતુ આ બ્રિજ પરથી પ્રથમ વખત પસાર થતા હોય તો તેઓ જીવનાં જોખમ છે. ત્યારે તંત્ર ક્યારેય પીગળેલા ગામમાં ને દૂર કરશે તે જોવું રહ્યું. 

વધુ વાંચોઃ ઉનાળામાં આ વખતે ગરમીનું પ્રમાણ વધારે રહેશે, હવામાન એજન્સી સ્કાયમેટની મોટી આગાહી

સરકાર દ્વારા બને એટલુ ઝડપી રીપેરીંગ કામ કરાવવામાં આવે જેથી મોટી જાનહાનિ ન સર્જાયઃ રાહદારી
આ બાબતે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકે જણાવ્યું હતું કે, ટુ વ્હીલર ચલાવવામાં તકલીફ પડે છે.  તેમજ સ્લીપ ખાઈ જવાનો ભય રહેલો છે. તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા કામ વ્યવસ્થિત કરવામાં આવ્યું નથી. ડામર ઓગળી ગયો છે. જેથી અકસ્માત થવાની શક્યતા છે.  ત્યારે હવે સરકાર દ્વારા બને એટલુ ઝડપી રીપેરીંગ કામ કરાવવામાં આવે જેથી મોટી જાનહાનિ ન સર્જાય.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ