બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Asian Games 2023: Team India can enter the quarterfinals with this playing 11 players

ક્રિકેટ / Asian Games 2023: ક્વાર્ટરફાઇનલમાં આ પ્લેઇંગ 11 ખેલાડીઓ સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા, જુઓ કોને-કોને મળી શકે છે મોકો

Megha

Last Updated: 03:55 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ છે. ટીમ કોમ્બિનેશન પર નજર કરીએ તો આ વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર આ ખેલાડીને પ્લેઈંગ 11માં સ્થાન મળવું મુશ્કેલ છે.

  • ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ મંગળવારે એશિયન ગેમ્સ અભિયાનની શરૂઆત કરશે
  • પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાવાની છે
  • એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ 

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ મંગળવારે ક્રિકેટ ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં નેપાળ સામે તેના એશિયન ગેમ્સ અભિયાનની શરૂઆત કરશે. ટોચની ક્રમાંકિત T20I ટીમ હોવાને કારણે, મેન ઇન બ્લુ સીધી ક્વાર્ટર ફાઇનલમાં રમી રહી છે. નેપાળે ગ્રુપ Aની મેચમાં માલદીવને 138 રનથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાવાની છે
એશિયન ગેમ્સ 2023ની પુરૂષ ક્રિકેટ ઈવેન્ટ્સની નોકઆઉટ મેચો 3 ઓક્ટોબરથી રમાશે. ચાર ક્વાર્ટર ફાઈનલ મેચો બાદ બે સેમી ફાઈનલ મેચો રમાશે જ્યારે આ પછી બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ માટે મેચ રમાશે. ભારતને ક્વાર્ટર ફાઈનલમાં સીધી એન્ટ્રી મળી છે, પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાવાની છે. પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે શરૂ થશે. બીજી ક્વાર્ટર ફાઈનલ મેચ પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાવાની છે.

એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ 
ઋતુરાજ ગાયકવાડ એશિયન ગેમ્સ 2023માં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. એશિયન ગેમ્સ 2023માં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળી શકે છે. આ સાથે જ મિડલ ઓર્ડરનો બોજ તિલક વર્મા, શિવમ દુબે, રિંકુ સિંહ અને જીતેશ શર્માના ખભા પર રહેશે. ઓલરાઉન્ડર તરીકે વોશિંગ્ટન સુંદર ટીમનો ભાગ હશે. રવિ બિશ્નોઈને સ્પિનર તરીકે તક મળશે તે લગભગ નિશ્ચિત છે. તે જ સમયે, ફાસ્ટ બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહ, અવેશ ખાન અને મુકેશ કુમાર પર રહેશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર આ ખેલાડીને નહીં મળે જગ્યા!
ટીમ કોમ્બિનેશન પર નજર કરીએ તો આ વર્ષે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર રાહુલ ત્રિપાઠીને પ્લેઈંગ 11માં સ્થાન મેળવવું મુશ્કેલ થઈ રહ્યું છે. જો કેપ્ટન ઋતુરાજ 6 બેટ્સમેન અને બે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબે સાથે જાય તો તેને તક મળી શકે છે. પરંતુ આદર્શ ટીમ કોમ્બિનેશન જોતા તેમના માટે રમવું મુશ્કેલ લાગે છે. આગળ શું થાય છે તે મંગળવારે 6 વાગ્યે ટોસ બાદ જ ખબર પડશે.

આવી હોય શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11 
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મુકેશ કુમાર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ