બ્રેકિંગ ન્યુઝ
નવા વર્ષ પહેલા કેન્દ્રની મોદી સરકારે દિલ્લી -NCR ના રહેવાસીયો અને સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં દિલ્લી મેટ્રોના તબક્કા V (A) (તબક્કો-VA) ના વિસ્તરણને મંજૂરી આપી.
ADVERTISEMENT
કેબિનેટ બ્રીફિંગમાં આ ઐતિહાસિક નિર્ણય વિશે માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ નવા પ્રોજેક્ટ પર લગભગ 12,015 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
400 KMથી વધુ હશે નેટવર્ક
ADVERTISEMENT
આ વિસ્તાર સાથે દિલ્લી મેટ્રોનો વિસ્તાર 400 KMના આંકડાને પાર કરી જશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે " ભારતની પાસે હવે ચીન અને અમેરિકા પછી દુનિયાનું ત્રીજુ સૌથી મોટુ મેટ્રો નેટવર્ક છે. આ વિસ્તાર દિલ્લીની લાઈફલાઈનને વધુ સશક્ત બનાવશે"
પરિયોજનાની મુખ્ય વાતો
ADVERTISEMENT

ADVERTISEMENT
શું લાભ થશે
આ યોજનાનો સૌથી મોટો લાભ પર્યાવરણને થશે. સરકારના પ્રમાણે વર્ષમાં 33000 ટન કાર્બન ડાયઓક્સાઈડ ઉત્સર્જનમાં ઘટાડો થશે. આનાથી કર્તવ્ય ભવન અને કેન્દ્રિય કર્મચારીઓને સીધો લાભ થશે. આ ફેજની સૌથી મોટી વિશેષતા એ છે કે કોર્રિડોર કર્તવ્ય ભવનને મેટ્રો નેટવરક સાથે સીધી કનેક્ટ થશે. આનાથી આશરે 60,000 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 2 લાખ દૈનિક મુલાકાતીઓને સીધો ફાયદો થશે.
ADVERTISEMENT
વધુ વાંચો: આખરે કાંકરિયા કાર્નિવલના વીમા વિવાદનો અંત આવ્યો, કંપનીએ શરત સુધારી
65 લાખ મુસાફરોને ભરોસો દિલ્લી મેટ્રો
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે દિલ્લી મેટ્રોમાં રોજ લગભગ 65 લાખ લોકોને તેમના સ્થાને પહોંચાડે છે. તેનું નેટવર્ક 395 કિલોમીટર સુધી ફેલાયેલું છે. 15 km ના આ નવા વિસ્તાર બાદ મેટ્રો દિલ્લીના આંતરિક વિસ્તારો જ નહીં પણ NCRના સંપર્કને પણ મજબુત બનાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.