ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આખરે કાંકરિયા કાર્નિવલના વીમા વિવાદનો અંત આવ્યો, કંપનીએ શરત સુધારી
Last Updated: 03:12 PM, 24 December 2025
ADVERTISEMENT
અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં કોઈ દુર્ઘટના સર્જાય તો લોકોની સુરક્ષાને ધ્યાને રાખી એએમસી દ્વારા કરોડોનો વીમો વીમા કંપની પાસેથી લેવામાં આવ્યો હતો. વીમા કંપની દ્વારા શરત મુકવામાં આવી હતી. જેને લઈ વિવાદ ઉભો થવા પામ્યો હતો. જે વિવાદનો અંત આવ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકાએ ટાઈઅપ કરતા વીમા કંપનીએ શરત સુધારી છે. કાર્નિવલની મુલાકાત લેનારા તમામ મુલાકાતીને વીમામાં આવરી લેવાયા છે. અગાઉ વીમા કંપનીએ ટિકિટ લેનારાને જ વીમો આપવાની શરત રાખી હતી. વિવાદ થયા પછી એએમસી એ હસ્તક્ષેપ કરતા વીમા કંપનીએ શરત સુધારી હતી.
ADVERTISEMENT
Kankaria Carnival 2025 : કાંકરિયા કાર્નિવલ આવતીકાલ એટલે કે 25 ડિસેમ્બરથી શરૂ થશે. આ તરફ હવે મેટ્રો સિટી અમદાવાદમાં દર વર્ષે યોજાતા આ કાંકરિયા કાર્નિવલને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ કાંકરિયા કાર્નિવલમાં શહેરભરમાંથી જ નહીં પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ કાર્નિવલની મજા માણવા આવે છે. મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષે મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો વીમો લેવાયો છે, પરંતુ વીમા કંપનીની એક શરતને લઈને વિવાદ ઊભો થયો છે.

ADVERTISEMENT
કાંકરિયા કાર્નિવલનો કરોડોનો વીમો લેવાયો
વિગતો મુજબ કાંકરિયા કાર્નિવલ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો મુલાકાતીઓને સુરક્ષા મળે તે માટે અંદાજે 5 હજાર કરોડ રૂપિયાનો વીમો લેવાયો છે. આ નિર્ણયનો હેતુ મુલાકાતીઓમાં સલામતીની લાગણી ઉભી કરવાનો અને કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં યોગ્ય વળતર મળી રહે તેવો છે. જોકે, વીમા કંપની દ્વારા મૂકવામાં આવેલી એક ખાસ શરતને કારણે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT

વીમા કંપનીની શું છે શરત ?
ADVERTISEMENT
આ તરફ વીમા કંપનીની શરત અનુસાર જો કોઈ દુર્ઘટના થાય તો ફક્ત તે જ મુલાકાતીઓને વીમાનો લાભ મળશે જેમણે ટિકિટ લીધી હશે. આ શરત સામે વિવાદ એટલા માટે થયો છે કે, કાંકરિયા કાર્નિવલ દરમિયાન સામાન્ય રીતે કાંકરિયા તળાવમાં પ્રવેશ માટે કોઈ એન્ટ્રી ફી લેવામાં આવતી નથી. એટલે કે મોટા ભાગના મુલાકાતીઓ પાસે કોઈ ટિકિટ હોતી જ નથી.
આ પણ વાંચો : શું અમદાવાદીઓને સુભાષ બ્રિજ હવે ક્યારેય જોવા નહીં મળે? જુઓ એજન્સીનો રિપોર્ટ
ADVERTISEMENT
આ સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે, જો એન્ટ્રી ફી જ નથી અને ટિકિટ જ નથી તો વીમાનો લાભ કોને મળશે? લોકોનું કહેવું છે કે, કાર્નિવલ જાહેર સ્થળે યોજાય છે અને ત્યાં આવનારા દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. ફક્ત ટિકિટધારકોને જ વીમાનો લાભ આપવાની શરત ન્યાયસંગત નથી તેવી લાગણી લોકોમાં દેખાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.