બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / As soon as the DP is changed on Twitter, many leaders are shaken, Blue Tick disappears

પોલિસી / ટ્વિટર પર DP બદલતાની સાથે જ અનેક નેતાઓને ઝટકો, CM યોગી સહિતના દિગ્ગજોનું Blue Tick ગાયબ

Priyakant

Last Updated: 10:41 AM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2023 News: PM મોદીની અપીલ બાદ જેને પણ 'X' (Twitter) પર પોતાનું DP બદલ્યુ કે તેમને બ્લુ ટિક મળી હતી, તે લોકોનું બ્લુ ટિક કાઢી નાખવામાં આવ્યું

  • PM મોદીએ  'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરી 
  • CM યોગી સહિત મુખ્યમંત્રીઓએ DP બદલ્યું તો બ્લૂ ટીક ગાયબ 
  • 'X' (Twitter) ટૂંક સમયમાં જ આ તમામ એકાઉન્ટમાં તેમની ટિક પરત કરશે

PM મોદીએ રવિવારે 77માં સ્વતંત્રતા દિવસ પહેલા 'હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કરી હતી. આ ઝુંબેશના ભાગરૂપે તેમણે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના પ્રોફાઇલ પિક્ચર પર ત્રિરંગાનો ફોટો મૂક્યો હતો. આ સાથે તેમણે દરેકને આવું કરવાની અપીલ પણ કરી હતી. આ તરફ PM મોદીની અપીલ પછી ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ તેમજ અન્ય ઘણા લોકોએ પણ આવું કર્યું. પરંતુ આ સમય દરમિયાન જેને પણ 'X' (Twitter) પર પોતાનું DP બદલ્યુ કે તેમને બ્લુ ટિક મળી હતી, તે લોકોનું બ્લુ ટિક કાઢી નાખવામાં આવ્યું છે. 

ઘણા મુખ્યમંત્રીઓનું બ્લુ ટિક દૂર કરાયું 
'X' (Twitter) પર ડીપી બદલવાને કારણે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સહિત ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓની બ્લુ ટિક પણ દૂર કરવામાં આવ્યું હતું. આ નામોમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના નામ સામેલ છે. જોકે આ સમયગાળા દરમિયાન ગ્રે ટીકવાળા નેતાઓ સાથે આ જોવા મળ્યું ન હતું.

BCCIની બ્લુ ટિક હટાવી દેવાયું 
વિગતો મુજબ નેતાઓની સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ તેના X એકાઉન્ટનો ડીપી બદલી નાખ્યા બાદ ત્યારબાદ તેના એકાઉન્ટમાંથી બ્લુ ટિક પણ હટાવી દેવામાં આવ્યું હતું. 

જાણો હવે શું થઈ શકે ? 
હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, કંપની ટૂંક સમયમાં જ આ તમામ એકાઉન્ટમાં તેમની ટિક પરત કરશે. જણાવી દઈએ કે X ના નવા નિયમો અનુસાર જો તમે તમારી પ્રોફાઇલ પિક્ચર બદલો છો તો તમારા એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ