બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Aryan Khan has to abide by the 5 conditions of the court

ડ્રગ્સ કેસ / Aryan Khan ને જામીન તો મળ્યા, પરંતુ કોર્ટની આ 5 શરતોનું પાલન કરવું પડશે

Published By: Ronak

Last Updated: 08:37 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડ્રગ્સ કેસમાં આજે આર્યન ખાનને કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે. જોકે આર્યન ખાનને જામીન મળ્યા બાદ પણ કોર્ટની 5 શરતોનું પાલન કરવું પડશે

  • આર્યન ખાનને કોર્ટની 5 શરતોનું પાલન કરવું પડશે
  • તેના સાથી અરબાઝ અને મુનમુન સાથે તે વાત નહી કરી શકે 
  • કોર્ટમાં આર્યન ખાને તેનો પાસપોર્ટ જમા કરાવવો પડશે 

મુંબઈ હાઈકોર્ટે આજે ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના છોકરા આર્યન ખાનને જામીન આપી દીધા છે. ગત 2 ઓક્ટોબરના રોજ રેવ પાર્ટીમાં એનસીબીએ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદથી તેના જામીન માટે શાહરૂખ ખાન મથ્યો હતો. જોકે હવે તેને જામીન મળી ગયા છે. પરંતુ જામીન મળ્યા બાદ પણ આર્યન ખાને કોર્ટની 5 શરતોનું પાલન કરવું પડશે. 

કઈ-કઈ શરતોનું પાલન કરવું પડશે 

  1. આર્યન ખાનને તેનો પાસપોર્ટ સ્પેશ્યલ કોર્ટમાં જમા કરાવવો પડશે. 
  2. તે સાક્ષીઓને ઉકસાવી નહી શકે સાથેજ પુરાવાઓ સાથે પણ તે કોઈ છેડછાડ નહી કરી શકે. 
  3. આર્યન તેની સાથે ઝડપાયેલા અન્ય આરોપીઓ સાથે કોઈ પણ સંજોગોમાં વાત નહી કરી શકે.
  4. આર્યન ગ્રેટર મુંબઊમાં એનડીપીએસના સ્પેશિયલ જજની મંજૂરી વગર દેશ પણ નહી છોડી શકે. 
  5. આર્યને દર શુક્રવારે સવારે 11 થી બપોરના 2 વાગ્યા સુધી  મુંબઈ એનસીબીના કાર્યલાયમાં હાજરી આપવી પડશે. 

હાલ આર્થર રોડ જેલમાં કેદ 

આપને જણાવી દઈએ કે આ મામલે ઝડપાયેલા અન્ય આરોપી અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધેમચાને પણ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. જોકે કાલ સાંજ સુધીમાં આ દરેક આરોપીઓને જામીન મળવાના છે. હાલ તો આર્યન અને તેની સાથે ઝડપાયેલ મુનમુન અને અરબાઝ મુંબઈની આર્થર રોડ જેલમાંજ કેદ છે. 

આર્યન સામે ગંભીર ગુના દાખલ 

ઉલ્લેખનીય છે આર્યન ખાન, મુનમુન અને અરબાઝની એનસીબીએ ધરપકડ કરી હતી. તેમની સામે ડ્રગ્સ રાખવા, તેનું સેવન કરવું અને પ્રતિબંધીત માદક પદાર્થોની ખરીદી અને વેચાણ કરવાના આરોપ લાગ્યા છે. જેથી આ તમામ લોકો સામે એનડીપીએસ કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Conditions aryan khan bail drug case આર્યન ખાન કોર્ટની શરતો જામીન ડ્રગ્સ કેસ aryan khan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ