બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Arnub Goswami Attacks Samlam Khan

સવાલ / જે સલમાન બહુ બોલતો હતો એ ક્યાં છે હવે, ક્યાં છુપાયો છે : અર્ણબ ગોસ્વામી

Published By: Shalin

Last Updated: 08:54 PM, 17 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે અર્ણબ ગોસ્વામીએ સલમાન ખાન પર શાબ્દિક હુમલા કર્યા છે અને કહ્યું છે કે જે સલમાન આટલું બોલતો હતો તે ક્યાં છે, ક્યાં છુપાયો છે? ડ્રગ્સ માફિયા વિશે એક અવાજ કેમ ન ઉઠાવ્યો, બોલતી બંધ કેમ છે?

સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ શરૂ થયેલી નેપોટિઝમનો વિવાદ હવે ડ્રગ્સ સિંડિકેટ સુધી પહોંચી ગયો છે. બૉલીવુડ અને ડ્રગ પેડલર્સની વચ્ચે મિલીભગતના આરોપ લાગી રહ્યાં છે. મીડિયામાં પણ આ મમલો સતત ચર્ચામાં રહેલો છે. આ વચ્ચે ટીવી જર્નલિસ્ટ અર્ણબ ગોસ્વામીએ ખુલ્લેઆમ સલમાન ખાન પર નિશાન સાધ્યું છે અને દેશની વિરુદ્ધ બોલનારા વ્યક્તિ તરીકે ગણાવ્યા છે. 

ડ્રગ્સ માફિયા વિશે અવાજ કેમ ઉઠાવતો નથી?

રિપબ્લિક ટીવી પર અર્ણબ ગોસ્વામીએ બૂમો પાડીને પૂછ્યું હતું કે એ સલમાન જે બહું બોલતો હતો ક્યાં છે, ક્યાં છુપાયો છે? ડ્રગ્સ માફિયા વિશે અવાજ કેમ ઉઠાવતો નથી, બોલતી કેમ બંધ થઈ ગઈ છે? અર્ણબે કહ્યું કે હું પૂછી રહ્યું છું સલમાન ખાનનું નામ લઈને કે સલમાન ખાન ક્યાં છે? એક અવાજ નથી આવ્યો, એક નિવેદન સુદ્ધા નહીં કે ટ્વિટ પણ નથી કર્યુ. આખા દિશા સાલિયાનના કેસમાં ચુપ કેમ છે સલમાન? સુશાંતની હત્યામાં ચૂપ કેમ છે સલમાન? તું છે કયા શહેરમાં? કયા દેશમાં છે તુ સલમાન?

બિગ બોસ શો ઉપર માર્યો ટોણો 

જો કે અર્ણબ આટલેથી ન અટકીને આગળ કહ્યું હતું કે દેશની વિરુદ્ધમાં બોલનારા વ્યક્તિ છો તો હવે તો બોલીને બતાવ. બોલતી કેમ બંધ છે. બિગ બોસના ડાયલૉગ હાથમાં આપવામાં આવશે, કોઈ લખશે તો તેને ગોખીને બોલે છે તો હું કેમ ન પૂછું? 

ઉલ્લેખનીય છે કે અગાઉ અર્ણબ ગોસ્વામીએ એક દિવસ પહેલાં જ જયા બચ્ચન પર પણ નિશાન સાધ્યુ હતું. જેના બહાને અમિતાભ બચ્ચન પર પણ હુમલો કર્યો હતો. અર્ણબે કહ્યું હતું કે કંગના અને રવિ કિશન કોઈ મહાનાયકે આપેલી થાળીમાં નથી ખાતા, પરંતુ તેમણે તેમની થાળી જાતે બનાવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Salman khan arnab goswami અર્ણબ ગોસ્વામી સલમાન ખાન sushant singh rajput suicide case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ