ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / apple will pay you 1 million to find a very specific iphone bug

ઓફર / Apple આપી રહી છે 7 કરોડ કમાવાની તક, શોધવી પડશે iphoneની સિક્યોરિટીમાં ખામી

Published By: Mehul

Last Updated: 08:33 PM, 12 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે એથિકલ હેકર છો તો 10 લાખ ડોલર એટલે કે રુપિયા 7 કરોડથી વધુ કમાવાની તમારા માટે તક છે. એપલે Iphone હેક કરી બતાવે તેને 10 લાખ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. જોકે હેકરે Iphone હેક કર્યા પછી તે કેવી રીતે હેક કર્યો તે પણ એપલ (Apple) ને બતાવવું પડશે.

ADVERTISEMENT

અમેરિકાના લાસવેગાસમાં યોજાયેલી બ્લેક હેટ હેકર કન્વેન્શનમાં એપલે દુનિયાભરના હેકર્સને એક રીતે પડકાર ફેંક્યો છે. તેના દ્વારા એપલ આઇફોનમાં કોઇ ખામી હોય તો તેના વિશે પણ જાણવા માગે છે. એપલે પહેલીવાર આટલા મોટા ઇનામની જાહેર કરી છે. 

એપલે 2016માં બગ બાઉન્ટી પ્રોગ્રામ શરુ કર્યો હતો. આઇઓએસ (IOS)પ્લેટફોર્મમાં સિકયુરિટીની ખામી શોધનાર માટે બે લાખ ડોલરના ઇનામની જાહેરાત કરાઇ હતી. એપલનું દસ લાખ ડોલરનું ઇનામ જોકે તેના આઓએસ (Ios), આઇકલાઉડ, આઇપેડઓએસ, મેકઓએસ, ટીવી ઓએસ અને વોચઓએસ માટે પણ છે. હેકરે એપલને સમજાવવું પડશે કે તેણે સિસ્ટમને રિમોટલી કઇ રીતે હેક કરી અને તે માટે તેણે ડિવાઇસના યુઝર સાથે કોઇ કમ્યુનિકેશન કર્યું નથી કે તેની પરમિશન લીધી નથી. 

 

એપલે આ સિવાય કુલ 5 લાખ ડોલર નાના ઇનામોની પણ જાહેરાત કરી છે. જેમકે આઇફોનની લોક સ્ક્રીનને પાસવર્ડ કે પિન વિના ખોલનારને એપલ 1 લાખ ડોલર આપશે. એપલે તેના બીટા સોફટવેરમાં બગની જાણકારી આપનારને પણ ઇનામ આપશે. 

એપલ સિકયુરિટી રિસર્ચર્સને પણ આઇફોન આપશે જેઓ તેમાં કોઇ સિકયરિટીની રીતે કોઇ સમસ્યા છે કે કેમ તે શોધવા પ્રયાસ કરશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Iphone Bug Tech Update apple technology news Offer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ