બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / apni baat world cup 2023 virat kohli said sachin tendulkar is my hero i will never be as good as him after winning match against south africa

ક્રિકેટ / સચિન તેંડુલકરના રેકૉર્ડ મુદ્દે ઈમોશનલ થયો વિરાટ કોહલી, કહ્યું તે હંમેશા મારા હીરો રહેશે, હું તેમના જેવો ક્યારેય...

Dinesh

Last Updated: 09:29 AM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Reaction : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસને ખૂબ જ યાદગાર બનાવી લીધો છે. પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ તેમણે સચિન તેંડુલકર વિશે હૃદય સ્પર્શી વાત કરી

  • સેન્ચુરી બાદ વિરાટ કોહલી થયો ઈમોશનલ 
  • 'હું તેમને બાળપણથી ટીવી પર જોતો આવ્યો છું'
  • 'હું તેમની જેમ ક્યારેય રમી શકીશ નહીં'

 

Virat Kohli Reaction : ક્રિકેટના ભગવાનઅને પોતાના ગુરુ સચિન તેંડુલકરના પગલે ચાલતા વિરાટ કોહલીએ પોતાના વિશ્વ રેકોર્ડમાં બરાબરી કરી લીધી છે. કહેવત છે કે શિષ્ય ગમે તેટલી સફળતા મેળવે લે પરંતુ ગુરૂ હંમેશા ગુરૂ જ રહે છે. દક્ષિણ આફ્રિકા સામે પ્લેયર ઓફ ધ મેચ જીત્યા બાદ કિંગ કોહલીએ કંઈક આવું જ કહ્યું હતું. તમને જણાવી દઈએ કે, ICC વન વર્લ્ડ કપ 2023ની 37મી મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતએ 243 રનથી જીત મેળવી હતી. આ મેચમાં વિરાટ કોહલીનું બેટ દમદાર રીતે ચાલ્યું હતું. તેના જન્મદિવસ પર તેણે 101 રનની અણનમ ઇનિંગ રમી જેમાં 10 ચોગ્ગા પણ ફટકાર્યા હતા

વર્લ્ડ રેકોર્ડની બરાબરી
આ મેચમાં સદી ફટકારીને તેણે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની 49મી ODI સદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે . મેચ બાદ વિરાટ કોહલીને તોફાની ઈનિંગ્સ રમવાને લઈ ઈનામ પણ આપવામાં આવ્યું હતું. કિંગ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જે દરમિયાન તેણે સચિન તેંડુલકર વિશે હૃદય સ્પર્શી વાત કરી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ પોતાનો જન્મદિવસને ખૂબ જ યાદગાર બનાવી દીધો હતો. પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ તેણે સચિન તેંડુલકર વિશે ખાસ વાત કરી હતી. 

'તેઓ હંમેશા મારા માટે હીરો રહેશે'
વિરાટએ કહ્યું કે, તેઓ હંમેશા મારા માટે હીરો રહેશે. તેમના રેકોર્ડની બરાબરી કરવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. તે બેટિંગમાં એકદમ પરફેક્ટ રહ્યા છે. હું તેમને બાળપણથી ટીવી પર જોતો આવ્યો છું અને તેમની પાસેથી આ પ્રશંસા મેળવવી એ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તેમની જેમ ક્યારેય રમી શકીશ નહીં.

વિરાટ શાનદાર રીતે રમ્યો: સચિન
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની સદી બાદ તરત જ સચિન તેંડુલકરે એક્સમાં લખ્યું હતું કે, વિરાટ શાનદાર રીતે રમ્યો. મને 49થી 50 વર્ષનો થવામાં 365 દિવસ લાગે છે. હું આશા રાખું છું કે તમે જલદી 49થી 50 સુધી પહોંચી જશો અને આગામી થોડા દિવસોમાં મારો રેકોર્ડ તોડી નાખશો. અભિનંદન. કિંગ કોહલીને પૂછવામાં આવ્યું કે સચિનના મેસેજ પછી તમને કેવું લાગ્યું તો કિંગ કોહલીએ કહ્યું કે આ મેસેજ ખૂબ જ ખાસ છે. અત્યાર માટે આ ઘણું બધુ વધારે છે.

'ચાહકોનો પણ સાથ રહ્યો'
વિરાટે એમ પણ કહ્યું કે આ મેચને ખાસ બનાવવામાં ચાહકોનો પણ સાથ રહ્યો હતો લોકોએ મારા જન્મદિવસને ખૂબ જ ખાસ બનાવ્યો છે. મારે રેકોર્ડ નહીં પણ રન બનાવવા છે. મને ક્રિકેટ રમવામાં ગમે આનંદ આવે છે. હું ખુશ છું કે હવે હું આટલા વર્ષોથી જે કરી રહ્યો છું તે ફરીથી કરવા સક્ષમ છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ