બ્રેકિંગ ન્યુઝ
Nikul
Last Updated: 02:23 PM, 4 March 2021
ADVERTISEMENT
ઈન્કમ ટેક્ષે બુધવારે રેડ પાડી હતી
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અમુક લોકો અને કંપનીઓ વિરુદ્ધ ઈન્કમ ટેક્ષે બુધવારે રેડ પાડી હતી જેમાં બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ અને ડિરેક્ટર અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાની અને મધુ મંટેનાનું નામ પણ સામેલ છે. તે ઉપરાંટ ફેન્ટમ ફિલ્મ્સ, ક્વાન ટેલેન્ટ હંટ કંપની અને એક્સીડ કંપનીનાં સ્થળો પર પણ રેડ પાડવામાં આવી. બુધવારે પુણેમાં થયેલ ઈન્કમ ટેક્ષની રેડ મોડી રાત સુધી ચાલી હતી. ખબર એ પણ છે કે ઇન્કમ ટેક્ષ વિભાગની આ રેડ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે.
ADVERTISEMENT
ઇન્કમટેક્ષનાં ઓફિસરોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું
ઈન્કમ ટેક્ષ વિભાગનાં સુત્રો મુજબ અનુરાગ કશ્યપ-તાપસી પન્નુનાં ઘરે રેડ દરમિયાન મોડી રાત સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તે ઉપરાંત તેમનાં મુંબઈ ઓફિસમાંથી પણ ઇન્કમટેક્ષનાં ઓફિસરોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. રેડ દરમિયાન ઇન્કમ ટેક્ષની ટીમે ઘણાં ડોક્યુમેન્ટ્સ તપાસ્યા. ત્યારબાદ લેપટોપ સહિત અન્ય ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ જપ્ત કરીને તેને ફોરેન્સિંકમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે.
ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટે આશરે 30 જગ્યાઓ પર તપાસ હાથ ધરી હતી
એક રિપોર્ટ મુજબ અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુ સાથે પુણેમાં પુછપરછ કરવામાં આવી રહી છે. બંનેને ત્યાં કોઈ હોટલનાં રુમમાં રાખવામાં આવ્યા છે. જોકે હજુ સુધી તેની કોઈ પુષ્ટી નથી થઈ. બુધવારે ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટે આશરે 30 જગ્યાઓ પર તપાસ હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.