બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Anurag Kashyap and Kunal Kamra denied entry in republic tv studio duo went to gift chappal award of journalism

મુંબઈ / અનુરાગ કશ્યપ અને કુણાલ કામરા 'ચપ્પલ' લઇને અર્ણબ ગોસ્વામીના સ્ટુડિયોમાં પહોંચ્યા અને પછી...

Published By: Shalin

Last Updated: 08:54 PM, 10 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા અને ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ ગુરુવારે રિપબ્લિક ટીવીના સંપાદક અર્નબ ગોસ્વામીને ખાસ ભેટ આપવા તેમની ઓફિસ પર પહોંચ્યા હતા પરંતુ બિલ્ડિંગની બહાર ઉભેલા સિક્યુરિટી ગાર્ડે તેમને અંદર જવા દીધા નહીં. આ અંગેની માહિતી કામરાએ ટ્વીટ કરીને આપી હતી.

સ્ટેન્ડ-અપ કોમેડિયન કામરાએ પોતાની અને અનુરાગ કશ્યપની એક તસ્વીર ટ્વીટ કરીને શેર કરી છે, જેમાં તેઓ રિપબ્લિક ટીવીની ઓફિસની બહાર ઉભા છે. તસ્વીર શેર કરતાં કામરાએ લખ્યું કે, "બર્થડે બોય અનુરાગ કશ્યપ અને હું અર્નબ ગોસ્વામીને 'એક્સેલન્સ ઇન જર્નાલિઝમ' એવોર્ડ આપવા રિપબ્લિક ટીવીની ઓફિસ ગયા. પરંતુ રિપબ્લિકના સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે પરવાનગી વિના તે અંદર જવાની મનાઈ છે."

આ મુદ્દે અનુરાગ કશ્યપે પણ ટ્વીટ કરીને લખ્યું હતું કે આ તેની બેસ્ટ બર્થ ડે રહી છે. રસપ્રદ વાત એ છે કે શ્રેષ્ઠ પત્રકારત્વ માટેનો જે એવોર્ડ અર્ણબને આપવા જઈ રહ્યા હતા તેમાં ચપ્પલને એવોર્ડની જેમ ફ્રેમ કરવામાં આવ્યા હતા. 

કામરાએ રિપબ્લિક ટીવી અને તેના એડિટર અર્ણબ ગોસ્વામીને પહેલીવાર નિશાન બનાવ્યા નથી. આ અગાઉ સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુમાં ડ્રગ્સનો એંગલ સામે આવ્યા પછી ગોસ્વામીએ તેના શોમાં કહ્યું હતું કે સમગ્ર બૉલીવુડનો ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએ અને જેમણે તેમના જીવનમાં ડ્રગ્સ લીધા છે તેમના એવોર્ડ પાછા લઇ લેવામાં આવે. 

આ મુદ્દે કામરાએ કહ્યું કે દેશમાં કોરોના ટેસ્ટ વધુ સંખ્યામાં કરવાની જરૂર છે અને અર્ણબ આખા બૉલીવુડમાં ડ્રગ ટેસ્ટની માંગ કરી રહ્યો છે. અર્ણબ કહે છે કે આખા બૉલીવુડનો ડ્રગ ટેસ્ટ કરાવો. આવતી સેલ્ફી લેવા માટે વડાપ્રધાને કોઈ નશામુક્તિ કેન્દ્રમાં જવું પડી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Anurag Kashyap arnab goswami kunal kamra અનુરાગ કશ્યપ અર્ણબ ગોસ્વામી કુણાલ કામરા Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ