ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / anupam kher tweet on kashmir

J&K / ઘાટીની હલચલ પર અનુપમ ખેરનું ટ્વિટ, 'કાશ્મીર સમાધાન' શરૂ થઇ ગયુ

Published By: Krupa

Last Updated: 11:45 AM, 5 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અનુપમ ખેર કાશ્મીરી પંડિત છે. તેઓ ઘણી વખત પીએમ મોદી અને ભાજપનું સમર્થન કરતા જોવા મળે છે. અનુપમ ખેર પહેલા પણ કહી ચુક્યા છે કે, ઘાટીમાં 370 હટાવીને તમામ સમસ્યાઓનું સમાધાન લાવી શકાય છે.

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ચાર દિવસથી વધી રહેલા રાજકારણ હલચલ પર અભિનેતા અનુપમ ખેરે એક ટ્વિટ કર્યું છે. અનુપમ ખેર એ એક લાઇનના ટ્વિટરમાં બે શબ્દો કહ્યા છે કે કાશ્મીર સમાધાન શરૂ થઇ ગયું છે. અનુપમ ખેર પહેલા રવિવારે યોગ ગુરુ બાબા રામદેવએ પણ કંઇક આવી જ ટિપ્પણી કરી હતી. બાબા રામદેવે શનિવારે કહ્યું હતું કે આઝાદી બાદ જેની રાહ જોઇ રહ્યા હતા હવે એ થવાનું છે. બાબા રામદેવે કહ્યું હતું કે દેશની એકતા માટે જરૂરી છે કે ધારા 370 ખતમ કરવામાં આવે. 

બાબા રામદેવે કહ્યું હતું કે અમિત શાહ પર પૂરો ભરોસો છો, જમ્મુ કાશ્મીર આપણું હતું અને આપણું જ રહેશે. યોગ ગુરુએ કહ્યું હતું કે ઘાટીમાં તિરંગાનું અપમાન કરનાર, પાકિસ્તાનથી ફંડિંગ લઇને ભારતીય સેના પર હુમલો કરનાર જીવતા રહેશે નહીં અને પાક અધિકૃત કાશ્મીર પણ ભારતનો હિસ્સો બનશે, આવો એમને વિશ્વાસ છે. 

જણાવી દઇએ કે હિંદુસ્તાનમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જમ્મુ કાશ્મીરમાં કંઇક થવાનું છે, આ વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં અભૂતપૂર્વ ઘટનાક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેસ નેતા અમર અબ્દુલ્લા અને પીડીપીની નેતા મહેબૂબા મુફ્તીને શ્રીનગરમા નજરબંધ કરી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને 144 ધારા લાગૂ કરી દેવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Anupam Kher Bollywood kashmir અનુપમ ખેર કાશ્મીર Jammu and kashmr

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ