બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / Another video surfaced of people's carelessness on BRTS route in Surat

VIDEO / સુરતના BRTS રૂટમાં જીવને જોખમમાં મૂકતા બાળકો અને મહિલાઓ કેમેરામાં કેદ, કોઇ અકસ્માત થયો તો જવાબદાર કોણ?

Malay

Last Updated: 04:25 PM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં BRTS રૂટ પર લોકોની બેદરકારીનો વધુ એક વીડિયો સામે આવ્યો, ડીંડોલીમાં સાંઈ પોઇન્ટથી પ્રમુખ પાર્ક બ્રિજ પર BRTS રૂટ બન્યો પિકનિક પોઈન્ટ.

  • BRTS રૂટ પર બેદરકારી
  • લોકો કેમ મુકી રહ્યા છે જીવ જોખમમાં?
  • અકસ્માત થાય તો કોણ જવાબદાર?
  • પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ

Surat News: સુરતમાં BRTS રૂટનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ખૂબ જ ચોકાવનારો અને બેદરકારી ભરેલો છે કારણ કે BRTS રૂટની અંદર જ લોકો રાત્રે જમાવડો કરીને બેસતા હોવાનું તેમજ વોકિંગ માટે નીકળતા હોવાનું સામે આવ્યું છે. વીડિયો વાયરલ થયા બાદ BRTS રૂટ પર જો કોઈ દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર તે અંગેના સવાલો ઉઠ્યા છે.

BRTS રૂટ પિકનિક પોઈન્ટ બન્યો!
સુરતના ડીંડોલી વિસ્તારમાં BRTS રૂટ પિકનિક પોઈન્ટ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. ડીંડોલી સાંઈ પોઇન્ટથી પ્રમુખ પાર્ક બ્રિજ સુધીના BRTS રૂટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે અકસ્માતનો સહેજ પણ ડર રાખ્યા વગર લોકો બીઆરટીએસ રૂટ પર વચ્ચોવચ બિંદાસ રીતે બેઠા છે. વીડિયોમાં રાત્રીના સમયે BRTS રૂટની વચ્ચે મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા પણ જોવા મળ્યા મળી રહ્યા છે. 

મહિલાઓ અને બાળકો રોડ વચ્ચે બેસી ગયા
કેટલીક મહિલાઓ પણ બાળકો સાથે BRTS રૂટની વચ્ચે બેઠેલી જોવા મળી રહી છે. સાથે જ નાના બાળકો પણ BRTS રૂટમાં રમતા નજરે પડી રહ્યા છે. કેટલાક લોકોને બીઆરટીએસ રૂટ પર વોકિંગ કરતા પણ જોઈ શકાય છે. આ વીડિયો કોઈ બાઈક ચાલક દ્વારા ઉતારવામાં આવ્યો છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. 

ભૂતકાળમાં બની ચૂક્યા છે અકસ્માતના બનાવો
આપને જણાવી દઈએ કે, સુરત શહેરમાં BRTS રૂટ પર અકસ્માતની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચુકી છે. ત્યારે લોકો પોતાના જ જીવના જોખમે આ રીતે રસ્તા ઉપર બેસી રહે તે કેટલું યોગ્ય છે તે લોકોએ જ નક્કી કરવાનો વિષય છે. આવી રીતે લોકોનું વર્તન બીઆરટીએસ રૂટ ઉપર જોવા મળે ત્યારે સ્વાભાવિક છે કે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ