બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Another serious allegation in recovery case, harassment of trader for extorting Rs 2 crore, VIDEO goes viral

રાજકોટ / વસુલીકાંડમાં વધુ એક ગંભીર આક્ષેપ, 2 કરોડ રૂપિયા પડાવવા માટે વેપારીની કનડગત, VIDEO વાયરલ

Mehul

Last Updated: 08:56 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ સામે ગંભીર આક્ષેપ મામલે વધુ એક વીડિયો સામે આવતા કેસની ગંભીરતા વધુ એક વળાંક લઇ રહી છે.સોની વેપારીનો સનસનાટી ભર્યો આક્ષેપ

  • રાજકોટ પોલીસ પર વધુ એક સંગીન આરોપ 
  • સોની વેપારીએ લગાવ્યા સનસનાટી ભર્યા આરોપ
  • રૂપિયા 2 કરોડ પડાવવા અપાયો માસિક ત્રાસ-આરોપ 

માત્ર સૌરાષ્ટ્રના જ નહિ પરંતુ ગુજરાતના પોલીસ બેડામાં ખળભળાટ મચાવતા રાજકોટના પોલીસ કમિશનર સામેનાં આરોપથી ગાંધીનગર સુધી ઘેરા પ્રયાઘાત પડ્યાં છે. રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર નાણા પડાવતા અને વચેટીયાઓની ભૂમિકા પર સનસનાટી ભર્યા આરોપ કર્યા છે. વસંત પંચમીના બપોરથી ગુજરાતનું વાતાવરણ આ મુદ્દે ભારે ગરમાટો અનુભવી રહ્યું છે. ત્યારે, રાજનીતિ અને પ્રસાશનિક બંને ક્ષેત્રે મોટા સવાલો ઉભા થયા છે. આ જ ઘટનાની એક કડીમાં રાજકોટ પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ સામે ગંભીર આક્ષેપ મામલે વધુ એક વીડિયો સામે આવતા કેસની ગંભીરતા વધુ એક વળાંક લઇ રહી છે.

 

 

સંગીન આરોપ 

રાજકોટના મુનિર પ્રકરણમાં રૂપિયા પડાવવા પોલીસે અત્યાચાર કર્યાનો  એક સોની વેપારીએ સનસનાટી ભર્યો આક્ષેપ કરતા વિવાદ વધુ ઘેરો બનવાના એંધાણ  છે . સોની વેપારીનો આરોપ છે કે, પોલીસે ખોટી રીતે સંડોવણી કરી પરિવાર પર અત્યાચાર આચર્યો છે. રાજકોટ પોલીસ ખાતાના PSI સાખરા, PI વી.કે.ગઢવી સહિતના લોકોએ રૂપિયા 2 કરોડ પડાવવા માનસિક સતામણી કરી હોવાનો પણ  આરોપ લગાવ્યો છે. માત્ર આટલું જ નહિ પણ પોલીસ  નિવેદન લેવા બોલાવી સાત-સાત કલાક ક્રાઇમ બ્રાન્ચમાં બેસાડી રાખતી  હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. 

ગાંધીનગરમાં પડઘા 
 
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, અગાઉ પણ ધારાસભ્ય ગોવિંદ પટેલે કેટલીક રજૂઆતો કરી છે. આજની આ સમગ્ર ઘટનામાં પ્રદેશ અધ્યક્ષ પાટીલે પણ કેટલાક સંકેત આપ્યા હતા. દિવસભર રાજ્યના પોલીસ બેડામાં રાજકોટની ઘટના એ ચર્ચા જગાવી હતી. આ ઘટનાના પડઘા ગાંધીનગર સુધી પડતા, હવે આગામી દિવસોમાં રાજ્યના પોલીસ વિભાગમાં નવા વમળ સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહિ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ