બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Another sensation in Rajkot, 35 lakh 'cream' in vacating 12 crore land. The pieces behind the uniform

લજ્જા / રાજકોટમાં વધુ એક સનસની,12 કરોડની જમીન ખાલી કરાવવામાં 35 લાખ 'મલાઈ' વર્દી પાછળના મહોરા

Mehul

Last Updated: 05:19 PM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ક્રાઈમબ્રાંચના વધુ એક PSI આવ્યા વિવાદમાં. કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ નજીક જમીન દબાણના આક્ષેપ સાથે 12 કરોડની જમીન ખાલી કરવા દબાણ કરાયાનો દાવો

 

  • રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ભૂગર્ભમાં ?
  • CP સામે  વિભાગ મોટી તપાસના આપી શકે છે આદેશ 
  • રાજકોટમાં 12 કરોડની જમીન ખાલી કરાવવા દબાણ કરાયું 

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ગંભીર આક્ષેપ પછી રાજકોટ કમિશનર ભૂગર્ભમાં ઉતારી ગયા છે. મનોજ અગ્રવાલ સામે ગૃહ વિભાગે તપાસ શરૂ કરી છે. ત્યારે આક્ષેપ થયા બાદ કમિશનર મનોજ અગ્રવાલ ગુમ થયા છે. પોલીસ કમિશનર અને અધિકારીઓ પર આક્ષેપથી રાજકારણ ગરમાયું છે. એક તરફ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ક્યાં છે તે અંગે તર્ક વિતર્ક થાય છે તો બીજી તરફ રાજકોટ ક્રાઈમબ્રાંચના વધુ એક PSI આવ્યા વિવાદમાં આવ્યા છે. 

છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ પોલીસ રાજ્યની મુખ્યધારામાં ચમકી રહી છે. સ્થાનિક ધારાસભ્ય, સાંસદની ફરિયાદ બાદ ગાંધીનગરમાં પડઘા પડ્યાં છે. રાજકોટના કમિશનર સામે ખાતાકીય તપાસનાં મંડાણ નો તખ્તો ઘડાઈ રહ્યો છે ત્યારે  રાજકોટ ક્રાઈમબ્રાંચના વધુ એક PSI આવ્યા વિવાદમાં આવ્યા છે. શહેરના  કુવાડવા રોડ પર જમીન દબાણમાં સંડોવણીનો તેમના પર આક્ષેપ થયો છે. પટેલ વિહાર રેસ્ટોરન્ટ નજીક જમીન દબાણના આક્ષેપ સાથે 12 કરોડની જમીન ખાલી કરવા દબાણ કરાયાનો દાવો કરવામાં આવતા આ કેસના છાંટા 'ઉપર'સુધી ઉડવાની પણ સંભાવનાઓ નકારી શકાતી નથી. આ કેસમાં PSI ઉપેન્દ્ર જોગરાણાએ 35 લાખ આપીને પતાવટ કર્યાનો આરોપ પણ લગાવામાં આવ્યો છે. ભોગ બનનાર દીપક ભરવાડે  PSI સામે આરોપ લગાવ્યા છે. આ જ કેસમાં ભાજપના દિગ્ગજ નેતાઓની સંડોવણી હોવાની પણ ચર્ચાઓ વેગવાન બની છે. 
 
12 કરોડની જમીનમાં '35 લાખની 'મલાઈ' ચર્ચામાં 

ગુજરાતની રાજનીતિમાં અત્યારે સુથી વધુ ચર્ચાની એરણે રાજકોટ છે. સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સભાના સાંસદે લગાવેલા આરોપથી રાજનીતિ અને પ્રસાશનિક 'જુગલબંદી'ની બૂ' આવી રહી હોવાની પ્રતીતિ નાગરિકોને થઇ રહી છે. રાજકોટના સોની વેપારીએ પોલીસ પર લગાવેલા આરોપ બાદ હવે લાકડાના વેપારી મુદ્દે પોલીસ ઘેરાઈ છે. આ કેસમાં  વિસોત ટિમ્બર્સે ગાંધીધામની શિયા નેચરલ પાસેથી 10 લાખનો માલ મંગાવ્યો હતો. જેના પૈસા ભરપાઇ ન થતા વિસોતે નિયમ મુજબ માલ પરત થયો હતો. રાજકોટ પોલીસની આ કેસમાં 21-12-2021 એન્ટ્રી થઇ  હતી. જેમાં વિસોત ટિમ્બર્સના ભાગીદારને પોલીસ ક્રાઇમ બ્રાન્ચ લઇ ગઇ હતી. પોલીસે ટિમ્બર્સના માલિક પાસેથી બે ચેક કોરા લખાવી નાંખ્યા હતા.  આ બન્ને ચેકમાં પોલીસે રૂપિયા 1.90 લાખની રકમ ભરાવી હતી. આમ આ રીતે 3.80 લાખ રૂપિયાનો તોડ પોલીસે કર્યો હતો. આ મુદ્દે ટિમ્બર્સના માલિકે રાજકોટ પોલીસ કમિશનરને ફરીયાદ કરી હતી. પરંતુ પોલીસ કમિશનર અગ્રવાલને રજૂઆત કર્યા બાદ પણ કાર્યવાહી નહોતી થઇ 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ