ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / another scam of marksheet in Gujarat

છેતરપિંડી / ગુજરાતની વધુ એક શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણનો વેપાર, લાખો પડાવીને અપાતી હતી બોગસ માર્કશીટ

Published By: Khyati

Last Updated: 10:36 AM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદની એક શૈક્ષણિક સંસ્થા આવી વિવાદમાં, કૌભાંડના ક્યાં સુધી જોડાયેલા છે તાર ?

ADVERTISEMENT

  • હાવીસ ઇન્ટરનેશનલમાં બોગસ માર્કશીટ કૌભાંડ
  • 5 લાખમાં બનાવાતી હતી બોગસ માર્કશીટ
  • મુખ્ય સૂત્રધાર વડોદરાનો જીતુ ફરાર

રાજ્યમાં શિક્ષણ જાણે કે ધંધો બની ગયુ છે.  શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાથે જીવનના પાઠ પણ શીખવવામાં આવે છે પરંતુ હવે તો કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ જાણે કે વેપાર કરી રહી છે તેમ કહેવામાં કોઇ નવાઇ નથી.  આણંદમાં આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીની બોગસ ડિગ્રી બનાવીને વિદેશ મોકલવામાં આવતી હતી.

બોગસ માર્કશીટના 5 લાખ

આણંદની હાવીસ ઇન્ટરનેશનલમાં બોગસ માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયુ છે.આણંદ સાયબર ક્રાઇમ સેલે આ કૌભાંડ ઝડપી પાડ્યુ છે. 3 વ્યક્તિઓ સાથે છેતરપિંડી થતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ હતું. આ કૌભાંડ પાછળ મુખ્ય સૂત્રધાર વડોદરાનો જીમી ઉર્ફે જીતુ હાલમાં ફરાર થઇ ગયો છે. જો કે જીમી સાથે હજી કેટલા લોકો જોડાયેલા છે તે તપાસનો વિષય છે.  પરંતુ આ કૌભાંડીઓ એક માર્કસીટના 5 લાખ રૂપિયા પડાવતા હતા.  ગુજરાત યુનિવર્સિટીની બોગસ માર્કશીટ બનાવીને વિદ્યાર્થીઓને વિદેશમાં પહોંચાડતા હતા.

તપાસનો ધમધમાટ શરૂ

શિક્ષણ જગતમાં વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. તે પછી ડિગ્રી કૌભાંડ હોય કે પેપર લીક થવાની ઘટના. આણંદની હાવીસ ઇન્ટરનેશનલમાં આવા ગોરખધંધા સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ધંધો ક્યારથી ચાલી રહ્યો હતો. કોણ કોણ તેમાં જોડાયેલુ છે. તેમજ અત્યાર સુધીમાં આવી કેટલી બોગસ ડિગ્રી આપીને લાખો રૂપિયા પડાવવામાં આવ્યા આ તમામ સવાલોને લઇને હાલમાં તપાસ તેજ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

fake marksheet આણંદ કૌભાંડ ગુજરાત fraud university

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ