બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Another mysterious disease threat from China Indian government alert

પરિપત્ર / ચીનના રહસ્યમય રોગને કારણે ભારતમાં એલર્ટ! કેન્દ્ર સરકારે આપી સલાહ, 'હોસ્પિટલોમાં તૈયારીઓનું ધ્યાન રાખો'

Mahadev Dave

Last Updated: 06:17 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનના વધુ એક રહસ્યમય બીમારીનો વધારો થતા ભારત સરકાર પણ આ મામલે અત્યારથી જ સતર્કતા દાખવી રહી છે અને આગમચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી રહી છે.

  • ચીનના વધુ એક રહસ્યમય બીમારીનો મોટો ખતરો
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી
  • ભારત સરકાર પણ દાખવી રહી છે સતર્કતા

કોરોના માંડ શાંત પડ્યો ત્યાં હવે ચીનના વધુ એક રહસ્યમય બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને બાળકો આ રોગની ચપેટમાં આવી રહ્યા છે. તેવામાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. બીજી તરફ ભારત સરકાર પણ આ મામલે અત્યારથી જ સતર્કતા દાખવી રહી છે અને આગમચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી છે.

કોરોના બાદ હવે નવી મહામારીએ ચીનમાં માથું ઉચક્યું! બાળકોમાં તેજીથી ફેલાઈ રહી  છે આ બીમારી, સ્કૂલોને તાળાં | china pneumonia new pandemic chinese school  shut down warning ...

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા કહ્યું
HTના અહેવાલ મુજબ વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને હોસ્પિટલની તૈયારીઓ મામલે જરૂરી દિશા નિર્દેશ કર્યા છે. વધુમાં ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારી મામલે સરકાર સતત નજર રાખી રહી હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે.

હોસ્પિટલમાં સુવિધા મામલે તપાસ

એક બાજુ શિયાળો અને કેટલાક રાજ્યોમાં વરસાદી વાતાવરણ હોવાથી પત્રમાં મંત્રાલયે તમામ રાજ્યના સબંધિત વિભાગને હોસ્પિટલોમાં હાલની આરોગ્ય સેવા પર સતત નિરીક્ષણ કરવા ખાસ જણાવાયું છે. વધુમાં મિશ્રઋતુને ધ્યાને લઇ વિશેષ ધ્યાન આપવા જણાવાયું છે. બીજી તરફ મંત્રાલય દ્વારા હોસ્પિટલમાં કેવી તૈયારી છે.તે પણ જણાવવા કહ્યું છે. હોસ્પિટલમાં બેડ, માટે દવાઓ અને રસીઓ, મેડિકલ ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, PPE વગેરેની સુવિધા મામલે પણ જણાવાયુ છે.

આગાઉ ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું હતું કે

આ આગાઉ ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જણાવાયુ હતું કે ચીનમાં H9N2 ના કેસ અને બાળકોમાં ઝડપથી ફેલાતા શ્વસન રોગ પર નજીકથી નજર રાખી રહ્યું છે. હાલમાં ચીનમાં ઉભરી રહેલા એવિયન ઈન્ફલ્યુએન્ઝાના કેસો સાથે ભારતમાં શ્વસન સંબંધી રોગ ફેલાવાનું ઓછું જોખમ છે. ભારત કોઈપણ પ્રકારની ઈમરજન્સી માટે તૈયાર છે. નોંધનિય છે કે,  દર્દીઓની વધતી સંખ્યા એ ચિંતાજનક સ્થિતિ છે જે કોવિડ સંકટના શરૂઆતના દિવસોની યાદ અપાવે છે. આરોગ્ય અધિકારીઓમાં ચિંતા ઉભી થઇ છે. મોટા ભાગના બાળકો આ રોગનો ભોગ બની રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ એલર્ટ કરી દીધું છે. તેણે પહેલેથી જ ચીનને વધુ માહિતી આપવા માટે કહ્યું છે.

મોટાભાગની શાળાઓ બંધ છે

કોરોના મહામારીની અસરોથી ઝઝૂમી રહેલા ચીનમાં હવે એક ફરી નવી બીમારી મોટા પાયે આવી ગઈ છે. દેશભરની ચીની શાળાઓમાં બીજી બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. અહીંની શાળાઓમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે. આ ચિંતાજનક સ્થિતિ કોવિડ સંકટના શરૂઆતના દિવસોની યાદ અપાવે છે. ઉત્તર-પૂર્વમાં 500 માઈલ દૂર બેઈજિંગ અને લિયાઓનિંગની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ રહસ્યમય ન્યુમોનિયા ફાટી નીકળવાના કારણે મોટાભાગની શાળાઓ બંધ છે.

છેલ્લા ત્રણ વર્ષમાં થયો વધારો
WHO કહે છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં સમાન સમયગાળાની સરખામણીમાં ચીનમાં ઈન્ફલ્યુએન્ઝા જેવી બિમારીઓ વધી છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને આ મહિનાની શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે, ઈન્ફલ્યુએન્ઝા અને સામાન્ય બેક્ટેરિયલ ચેપનો ફેલાવો એટલે કે કોવિડ-19ના પગલાંને દૂર કરવાથી માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા સહિત બાળકોને અસર કરતી શ્વસન સંબંધી બીમારીઓમાં વધારો થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

China Pneumonia Case Mycoplasma ચીન ભારત એલર્ટ! રહસ્યમય બીમારી રોગચાળો સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા China Pneumonia Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ