બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Another major disaster in states including Gujarat-Maharashtra: The disease is killing 50% of the people

મહામારી / ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં બીજી મોટી આફત : આ બીમારીમાં 50% લોકોની થઈ રહી છે મોત

ParthB

Last Updated: 12:57 PM, 12 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાનાં નવા લક્ષણો વચ્ચે હવે એક નવા લક્ષણનાં ઉમેરાવાથી વધી રહ્યા છે મોતના આંકડા

  • કોરોનાનાં નવા લક્ષણને મ્યુકરમાઈકોસીસ નામથી ઓળખવામાં આવે છે
  • આ દર્દીઓનો ઈલાજ હોસ્પિટલ પાસે રહેલી મેડિકલ કોલેજમાં કરવાનો નિર્ણય લેવાયો
  • દર્દીઓને માથાનો દુખાવો, તાવ, આંખ- નાકમાં અસહ્ય દુખાવો અને અંધાપો પણ આવી જાય

કોરોનાનાં નવા લક્ષણને મ્યુકરમાઈકોસીસ નામથી ઓળખવામાં આવે છે
કોરોનાની બીજી લહેરમાં હવે દેશનો કોઈ પણ ખૂણો બાકી નથી રહ્યો ત્યારે આ નવા લક્ષણોએ મોતનું તાંડવ રચ્યું છે. દેશમાં હાલ 30 લાખ થી પણ વધુ લોકો સંક્રમિત છે. અને આ બધા વચ્ચે નવી બીમારીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જેને મ્યુકરમાઈકોસીસ તરીકે ઓળખવામાં આવે છે. આ લક્ષણો વધુ પડતાં ગુજરાત અને મહારાષ્ટ્રનાં દર્દીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને આ કારણને લીધે 50 ટકા દર્દીઓનાં મોત થઈ રહ્યા છે. 

આ દર્દીઓનો ઈલાજ હોસ્પિટલ પાસે રહેલી મેડિકલ કોલેજમાં કરવાનો નિર્ણય લેવાયો
મહારાષ્ટ્રની વાત કરીએ તો મ્યુકરમાઈકોસીસનાં લગભગ 2000થી વધુ એક્ટિવ કેસો સામે આવ્યા છે. જેનાથી સરકારની ચિંતાઓ વધી ગઈ છે. આ દર્દીઓનો ઈલાજ હોસ્પિટલ પાસે રહેલી મેડિકલ કોલેજમાં કરવાનો નિર્ણય લેવાયો છે. મહારાષ્ટ્રનાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપનું કહેવું છે કે રાજ્યમાં કોરોનાનાં કેસ તો વધી જ રહ્યા છે પણ સાથે સાથે મ્યુકરમાઈકોસીસનાં કેસ પણ વધી રહ્યા છે. એવામાં અમે બધા જ પગલાં લેવાના શરૂ કરી દીધા છે. 

દર્દીઓને માથાનો દુખાવો, તાવ, આંખ- નાકમાં અસહ્ય દુખાવો અને અંધાપો પણ આવી જાય
આ લક્ષણોમાં કાળા ફંગસ પણ છે જેનાં કારણે દર્દીઓનું મોત નીપજે છે. સાથે સાથે આ લક્ષણમાં દર્દીઓને માથાનો દુખાવો, તાવ, આંખ અને નાકમાં અસહ્ય દુખાવો થાય છે અને અંધાપો પણ આવી જાય છે. ગુજરાતમાં પણ મ્યુકરમાઈકોસીસનાં કેસો સામે આવી રહ્યા છે. જેમાં કેટલાક દર્દીઓની આંખો પર સીધી અસર થઈ છે. ગુજરાતનાં રાજકોટ શહેરમાં આ લક્ષણો વાળા દર્દીઓ માટે એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્પેશ્યલ વોર્ડ પણ બનાવ્યો છે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Maharashtra gujarat ગુજરાતમાં કોરોના વાયરસ મહારાષ્ટ્ર corono virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ