બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Another cheetah killed in Kuno National Park in a stampede in the forest department

ચિંતાજનક / કુનો નેશનલ પાર્કમાં 8માં ચિત્તાનું મોત: નામીબિયાથી લાવેલો સૂરજ આથમ્યો.! જુઓ હવે પાર્કમાં કેટલા છે ચિત્તા

Kishor

Last Updated: 06:12 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થતા વન વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. ચિંતાજનક બાબત એ પણ છે કે ટૂંકા ગાળામાં 8 ચિતના મોત બાદ હવે માત્ર 15 ચિત્તા અને એક જ બચ્ચું બચ્યા છે.

  • મધ્યપ્રદેશ ખાતેના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો ગોજારો સિલસિલો યથાવત
  • કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનો સુરજ આથમી ગયો
  • હવે માત્ર 15 ચિત્તા અને એક જ બચ્ચું રહ્યા

મધ્યપ્રદેશ ખાતેના કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓના મોતનો ગોજારો સિલસિલો અટકવાનું નામ લેતો નથી! આવી સ્થિતિ વચ્ચે કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનો સુરજ આથમી જતા નિષ્ણાંતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. ચિંતાજનક બાબત એ પણ છે કે આ પાર્કમાં અત્યાર સુધીમાં પાંચ ચિત્તા અને ત્રણ બચ્ચાના મૃત્યુ થયા છે. પરિણામે હવે માત્ર 15 ચિત્તા અને એક જ બચ્ચું રહ્યું હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. જેને લઈને પાર્કની વ્યવસ્થા અને કામગીરી સામે સો મણનો સવાલ ઉભો થયો છે.

કૂનો નેશનલ પાર્કમાં સાશા બાદ હવે 'ઉદય' અસ્ત થયો, બીજા ચિત્તાનું મોત થતાં  સરકાર ચિંતામાં "

અગ્નિ નામના ચિત્તાને પણ પગમાં ઇજા
અત્રે નોંધનીય છે કે બે દિવસ અગાઉ પાર્કમાં તેજસ નામનો ચિત્તો મોતને શરણ થયો હતો. સૂત્રો જણાવી રહ્યા છે કે તેજસ નામના આ ચિતા અને સુરજ વચ્ચે અગાઉ લડાઈ થઇ હતી. આ લડાઈમાં તેજસની ગરદન પર ઊંડા ઘા લાગ્યા હતા. તો સુરત પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો જેમાં તેમનું મોત થયાનું સૂત્રો જણાવી રહ્યા છે. તો વધુ એક અગ્નિ નામના ચિત્તાને પણ પગમાં ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સારવાર કારગત ન નિવડતા તેજસનું 11 જુલાઈના રોજ મોત
નેશનલ પાર્કની વાત કરવામાં આવે તો ત્રણ દિવસ અગાઉ એટલે કે 11 જુલાઈના રોજ કુનો નેશનલ પાર્કમાં સંબંધિત વિભાગની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેજસ નામનો ચિત્તો ગંભીર રીતે ઘાયલ થયેલ જોવા મળ્યો હતો. જેની ગરદન પર ઊંડા ઘા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં તે મોનિટરિંગ ટીમની નજરે ચડ્યો હતો. બાદમાં તેને તાત્કાલિક હેડક્વાર્ટરમાં લઈ જઈ ડોક્ટરની મદદ માટે જાણ કરાઈ હતી. ત્યારબાદ તબીબોની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી અને ઘાવનું નિરીક્ષણ કર્યા બાદ સારવાર હાથ ધરાઈ હતી. જોકે સારવાર કારગત ન નિવડતા તેજસનું 11 જુલાઈના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ મોત નીપજ્યું હતું. બાદમાં વધુ એક ચિત્તાનું મોત થતા ચિંતા ઘેરી બની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ