બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Announcement of assistance to traders in case of floods in Narmada and Aursang rivers

BIG NEWS / પૂરઅસરગ્રસ્ત વેપારી માટે ગુજરાત સરકારે કરી સહાયની જાહેરાત, એક ક્લિકમાં જાણો કોને કેટલી મળશે સહાય

Dinesh

Last Updated: 07:29 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhinagar news : નર્મદા અને ઔરસંગ નદીમાં પૂર મામલે વેપારી માટે સહાયની જાહેરાત; રેકડીવાળાઓને 5 હજારની સહાય તેમજ નાની સ્થાયી કેબિન ધારકોને 20 હજારની તેમજ મોટી કેબિન ધારકોને 40 હજારની સહાયની જાહેરાત

  • નર્મદા અને ઔરસંગ નદીમાં પૂરના મામલે સહાયની જાહેરાત
  • વેપારી માટે કરી સહાયની જાહેરાત, રેકડીવાળાઓને 5 હજારની સહાય
  • નાની સ્થાયી કેબિન ધારકોને 20 હજારની સહાય

gandhinagar news : રાજ્યમાં 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ પ્રત્યે ઉદાર વલણ રાખીને રાજ્ય સરકારે આ સહાય આપવાનું નક્કી કર્યું હતું. જે સહાય અંગે આજે જાહેરાત કરાઈ છે. જેમાં રેકડીવાળાઓને 5 હજારની સહાય તેમજ નાની સ્થાયી કેબિન ધારકોને 20 હજારની તેમજ મોટી કેબિન ધારકોને 40 હજારની સહાયની જાહેરાત કરાઈ છે.

GST રિર્ટન મુજબ સહાયની પ્રક્રિયા હાથ ધરાશે
અત્રે જણાવીએ કે, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનો ધરાવનારને 85 હજાર જ્યારે મોટી દુકાન પાકા બાંધકામ ધારકોને 20 લાખની લોન પર 3 વર્ષ 7 ટકા વ્યાજદરમાં સહાયની જાહેરાત કરાઈ છે. વધુમાં વધુ 5 લાખ સુધીની વ્યાજ સહાય મળશે. GST રિર્ટન મુજબ સહાયની પ્રક્રિયા હાથ ધરાશે

સહાયની જાહેરાત
લારી, રેકડી, નાની સ્થાયી કેબીન, મોટી કેબીન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન, મોટી દુકાન, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે કે જે દુકાનનું પાકુ બાંધકામવાળુ સ્થાયી માળખુ ધરાવતા હોય તેવા અસરગ્રસ્ત રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં મધ્યમ અને મોટા વ્યપાર સાથે સંકળાયેલા લોકોને જે નુકશાન થયું હોય તે પ્રત્યે પણ ઉદાર વલણ દાખવીને રાજ્ય સરકારે  બેંક લોન માટે વ્યાજની સબસિડીની સહાય આપવાનું નક્કી કર્યું છે.

વાંચો કોને કેટલી સહાય

 પુન: બેઠા કરવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાજેતરમાં સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારોમાં થયેલ ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગ નદીમાં પુર આવવાના કારણે અસરગ્રસ્ત ગામોના નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને નુકસાનમાંથી પુન: બેઠા કરવાના હેતુથી રાહત સહાય યોજના જાહેર કરી છે. મુખ્યમંત્રીએ આવા અસરગ્રસ્તો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવીને તેમને ઝડપથી પુર્વવત કરવા જાહેર કરેલ આ યોજનાનો લાભ ભરૂચ જીલ્લાના 40 ગામો તથા 2 શહેરો, વડોદરા જીલ્લાના 31 ગામો તેમજ નર્મદા જીલ્લાના 32 ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને મળવાપાત્ર થશે.

ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તો અરજી કરે
પુન:વસન સહાય માટે સર્વે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇ સહાય ચુકવવામાં આવશે.  ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તા.31/10/2023 સુધીમાં સંબંધિત મામલતદાર/ નગરપાલિકાના ચીફ ઓફીસરને અરજી કરવાની રહેશે. આ સહાય મંજૂર કરવા સંબંધિત પ્રાંત અધિકારીના અધ્યક્ષપણા નીચે સમિતિની રચના કરવામાં આવશે. જ્યારે વ્યાજ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ સંબંધિત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રને લોનના મેળવ્યાના જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે. વધુમાં, અસરગ્રસ્ત એકમને સહાય મંજૂર થવા સંબંધી વિવાદના કિસ્સામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં અપીલ સમિતિને રજૂઆત કરી શકાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ