ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અંકલેશ્વર નગરપાલિકાના મહિલા કાઉન્સિલર વિવાદમાં, જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
Last Updated: 10:26 PM, 16 May 2026
ADVERTISEMENT
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નં. 9ની કોંગ્રેસ મહિલા કાઉન્સિલર ખુશીબેન પરમાર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોએ રાજકીય તેમજ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે.
ADVERTISEMENT
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
માહિતી મુજબ, ખુશીબેન પરમારનો એક જૂનો વીડિયો હાલ ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ ભરૂચના સિલ્વર રેલવે બ્રિજ પર જોખમી રીતે રીલ બનાવતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, વીડિયોમાં તેમના હાથમાં રિવોલ્વર જેવી હથિયાર દેખાતાં લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.
ADVERTISEMENT

વીડિયો યુવાનો પર ખોટી અસર પેદા કરી શકે
ADVERTISEMENT
સિલ્વર રેલવે બ્રિજ જેવા સંવેદનશીલ અને જોખમી સ્થળ પર બનાવવામાં આવેલી રીલ્સને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોનું માનવું છે કે જાહેર પ્રતિનિધિઓએ જવાબદારીપૂર્વક વર્તન કરવું જોઈએ અને આવા વીડિયો યુવાનો પર ખોટી અસર પેદા કરી શકે છે.
આ પણ વાંચોઃ બોડકદેવ વોર્ડના કોર્પોરેટર ધરમશી દેસાઈ અને દેવાંગ દાણી એક જ બુલેટ પર કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા
ADVERTISEMENT
વીડિયો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. વિરોધીઓ દ્વારા આ મામલે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે, જ્યારે ખુશીબેન પરમાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT