બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / જસદણના ગઢડીયા ગામે અંકાશી મેલડી માતાનું મંદિર, સરકારી આદેશ પર મંદિરને પાડવા ગયા ત્યારે થયો હતો ચમત્કાર

દેવ દર્શન / જસદણના ગઢડીયા ગામે અંકાશી મેલડી માતાનું મંદિર, સરકારી આદેશ પર મંદિરને પાડવા ગયા ત્યારે થયો હતો ચમત્કાર

Last Updated: 06:03 AM, 17 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જીલ્લાના જસદણથી 3 કિલોમીટરના અંતરે ગઢડીયા ગામ આવેલું છે. ગઢડીયામાં અંકાશી મેલડી માતાજી 150 વર્ષ પહેલાથી બિરાજમાન છે.

જસદણથી ત્રણ કિલોમીટરના અંતરે ગઢડીયા ગામે અંકાશી મેલડી માતાનું મંદિર આવેલું છે. ગઢડીયા ગામના પાદરમાં રોડ વચ્ચે આવેલુ માતાજીનું આ મંદિર ગઢડીયા વાળી મેલડી તરીકે પ્રચલિત છે. માતાજી પર અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિક ભક્તો માતાજીના શરણે પોતાની સમસ્યા લઈને આવે છે અને માતાજી તેના દરેક ભક્તોને આશીર્વાદ આપે છે. ગુજરાત સહિત દેશભરમાંથી લોકો અંકાશી મેલડી માતાજીના દર્શને આવે છે. રાજકોટ જીલ્લાના જસદણથી 3 કિલોમીટરના અંતરે ગઢડીયા ગામ આવેલું છે. ગઢડીયામાં અંકાશી મેલડી માતાજી 150 વર્ષ પહેલાથી બિરાજમાન છે. પહેલા જુનુ મંદિર નાની દેરી સ્વરુપે હતુ. ગઢડીયાવાળી અંકાશી મેલડી માતાજી માટે ગ્રામવાસીઓને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે કહેવાય છે કે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો મેલડી માતાજીના આશીર્વાદ ચોક્કસ મળે જ છે.

MATA 1

જસદણના ગઢડીયા ગામે અંકાશી મેલડી માતાનું મંદિર

અંકાશી મેલડી માતાજીનું મંદિર રોડની વચ્ચે હોવાથી અને આ મુખ્ય રોડ છે માટે જસદણથી ગઢડા જતા લોકોને ટ્રાફિકની ઘણી સમસ્યા થતી હતી. એટલે 2011માં મંદિરને પાડી નાંખવા સરકારી આદેશ આવ્યો હતો. મંદિરને પાડવાની વાત આવી એટલે ગામના તમામ નાના મોટા અને વડીલોએ અન્નજળનો ત્યાગ, ઘોડિયામાં સુતેલા બાળકોને દૂધ બંધ, ગાયોને ઘાસચારો નાખવાનો બંધ અને પક્ષીઓને પણ ચણ નાખવાનું બંધ કરી આખા ગામના લોકો માતાજીના મંદિરની આગળ આવીને બેસી ગયા હતા અને માતાજીના નામનો જાપ કરવા લાગ્યા હતા. જ્યારે મંદિરને પાડવા તંત્રના લોકો આવ્યા ત્યારે એક ચમત્કાર થયો હતો એટલે માતાજીની માફી માંગીને મંદિરને જે સ્થિતિમાં છે તેમ જ રહેવા દીધુ હતુ. મંદિરે ચમત્કાર થયાની વાત વાયુ વેગે ફેલાતા લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ વધતો ગયો એટલે ગામ લોકોએ માતાજીનું મોટું મંદિર બનાવ્યું. દર રવિવાર તેમજ મંગળવારે જસદણ તેમજ આજુબાજુના ગામના શ્રદ્ધાળુ પગપાળા ચાલીને માતાજીના દર્શન કરવા માટે આવે છે જેમની મનોકામના પૂર્ણ થાય તે ભાવિકો રવિવારે અને મંગળવારે માતાજીનો તાવો કરવા મંદિરે આવે છે. માતાજીને લાપસી, સુખડી અને તાવો કરવામાં આવે છે જેને તરવેડો પણ કહેવાય છે.

MATAJI

લોકો માતાજીની તાવા, સુખડી, લાપસી, નાળિયેર અને તેલના ડબ્બાની માનતા માને છે

માતાજીના દર્શને દૂરદૂરથી આવતા ભાવિકો માતાજીના દર્શન બાદ મંદિરમાં સેવા પણ આપે છે અને જેને જે કામ ફાવે તે પ્રમાણે મંદિરમાં કામ કરે છે. મંદિરે લગભગ પાંચ મણ જેટલી સુખડી અને સાત આઠ મણનો તાવો થાય છે. સવાર સાંજ માતાજીની આરતી સમયે મંદિરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. અને ભાવિકો પણ ભક્તિમાં લીન થઈ જાય છે. એક લોકવાયકા પ્રમાણે સદીઓ પહેલા સમગ્ર ગઢડીયા ગામ કોઈ રોગના ભરડામાં આવી ગયુ હતુ. ત્યારે ગામના દરેક લોકોએ મેલડી માતાજીને રોગના સંકટમાથી બચાવવા પ્રાર્થના કરી હતી કે ગામમાંથી એક પણ પશુપંખી કે કોઈ પણ વ્યક્તિનું રોગના કારણે મૃત્યુ ન થવું જોઈએ અને જો આ રોગના ભરડામાંથી ગામ ઉગરી જશે તો અમે ગામના પાદરમાં તારી સ્થાપના કરી નાનું મંદિર બનાવી તને પૂજીશું.. મેલડી માતાજીના આશીર્વાદથી ગામમાં એક પણ મરણ થયું નહીં અને ધીરે ધીરે લોકો રોગમુક્ત થયા એટલે ગ્રામવાસીઓએ ગામના પાદરમાં નાનું મંદિર બનાવી અંકાશી મેલડી માતાજી નામ આપી પૂજન અર્ચન કરવા લાગ્યા જે હાલમાં પણ યથાવત છે. ગામમાં જેમના ઘરે સંતાન થાય તે દંપતી માતાજીના મંદિરે આવી તેમના સંતાનને માતાજીના ચરણમાં મૂકી અને પોતાના બાળકના લાંબા આયુષ્ય માટે માતાજીને પ્રાર્થના કરી આશીર્વાદ મેળવે છે. ઘણા શ્રદ્ધાળુ મંદિરે પારણા મૂકી જાય છે તો ઘણા શ્રદ્ધાળુ દીકરાના ફોટા મૂકી જતા હોય છે. લોકો માતાજીની તાવા, સુખડી, લાપસી, નાળિયેર અને તેલના ડબ્બાની માનતા માને છે.

MAA

આ પણ વાંચો: અરવલ્લીમાં 600 વર્ષ જૂનું મહાકાળી માનું દિવ્ય મંદિર, રાજવીને થયો હતો માતાજીનો સાક્ષાત્કાર

PROMOTIONAL 11

દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા મંદિરે આવે છે

રવિવારે અને મંગળવારે માતાજીના મંદિરે દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડે છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પગપાળા મંદિરે આવે છે. કોઈ દર્શનાર્થી ઉઘાડા પગે, કોઈ દંડવત કરતા કરતા તો કોઈ આળોટતા આળોટતા માતાજીના શરણે આવે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આમ દર રવિવારે અને મંગળવારે માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભાવિકો આવે છે અને માતાજીના દર્શન કરી સુખડી તેમજ તાવાનો પ્રસાદ લઈ ધન્ય થાય છે. દર મહિનાની બીજના દિવસે અંકાશી મેલડી માતાજીના મંદિરમાં ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે મેલડી માતાજીના નામનો માંડવો કરવામાં આવે છે અને આમાં થતો તમામ ખર્ચો ગઢડીયા ગામના લોકો દ્વારા કરવામાં આવે છે. સતત ત્રણ દિવસ સુધી 24 કલાક માતાજીના પ્રસાદનું વિતરણ ચાલે છે. જેમાં આખું ગામ અને આજુબાજુના ગામના લોકો મંદિરે પ્રસાદ લેવા માટે આવે છે અને માતાજીના દર્શન કરી ધન્ય થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Meldi Mataji Ankashi Meldi Mataji Ankashi Meldi Mataji Temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ