બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અરવલ્લીમાં 600 વર્ષ જૂનું મહાકાળી માનું દિવ્ય મંદિર, રાજવીને થયો હતો માતાજીનો સાક્ષાત્કાર
Last Updated: 06:07 AM, 13 December 2024
અરવલ્લીની ગિરિમાળાઓ અને અસંખ્ય પર્વતોની શૃંખલાઓ સાથે મહીસાગર જીલ્લો જોડાયેલો છે. પર્વતોની આ શૃખલામાં એક પર્વત છે લુણાવાડામાં આવેલો મહાકાળી માતાનો ડુંગર. અને આ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજી વર્ષોથી આ નગરનું રક્ષણ કરે છે. મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર ઐતિહાસિક સ્થળ છે. આ મંદિર 600 વર્ષ કરતાં પણ વધારે સમય જુનું રજવાડા વખતનું છે.
ADVERTISEMENT
મહાકાળી માતા નગરના ભક્તોનુ રક્ષણ કરતા
મહાકાળી માતા ગોખમાં સાક્ષાત બિરાજમાન છે અને નગરજનોની રક્ષા કરી રહ્યાં છે. એક માન્યતા પ્રમાણે ડુંગરની નીચે આવેલા રાજવી મહેલમાં એક ગુપ્ત ગુફા હતી જેના થકી ડુંગર પર માતાજીના દર્શનાર્થે સીધુ આવી શકાતુ હતું અને અહીંથી સીધા પાવાગઢ જઈ શકાતુ હતું. આ ડુંગરની ફરતે ચારે બાજુ કોટ હતો ત્યાં સૈનિકો પહેરો ભરતા અને ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતા નગરના ભક્તોનુ રક્ષણ કરતા હતા અને હાલ પણ માતાજી રક્ષણ કરી રહ્યા છે.
ADVERTISEMENT
માતાજીના સાક્ષાત દર્શન થયાનો ઘણા પ્રમાણ
પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાના મંદિરના જેવો જ ગોખ આ મંદિરમાં છે. વર્ષો પહેલા રાજવીને માતાજીનો સાક્ષાત્કાર થયો હતો તે સમયથી આજ દિન સુધી અનેક માઈ ભક્તોને અવાર નવાર માતાજીના સાક્ષાત દર્શન થયાનો ઘણા પ્રમાણ છે. માતાજીના મંદિરે અસંખ્ય ભક્તો દર્શને આવી માતાજીની માનતા માને છે અને માતાજી તે પૂર્ણ પણ કરે છે.
હનુમાનદાદાની 11 ફૂટ ઊંચી પ્રતિમા
મહાકાળી માતાના મંદિરની સાથે કલાબાવજી, સંતોષી માતા, ભૈરવદાદા અને કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. માતાજીના મંદિરથી થોડે દૂર બીજી ટેકરી પર કેસરિયા હનુમાન સાક્ષાત બિરાજમાન છે. અનેક ભાવિકો હનુમાનદાદાને માથું ટેકવવા આવે છે. એવું કહેવાય છે કે દાદા અહીં સાક્ષાત છે. હનુમાનદાદાની 11 ફૂટ ઊંચી પ્રતિમા મૂકવામાં આવી છે. 10 કિલોમીટર દૂરથી દર્શનીય હનુમાનજી અને મહાકાળી માતાજીને લુણાવાડા નગરના વાસીઓ પોતાના રક્ષક માને છે.
સકારાત્મક ઉર્જાનો અહેસાસ
ડુંગર ઉપર આવેલું મહાકાળી માતાજીનું ધામ અતિ રમણીય અને સુંદર સ્થળ છે. માતાજીના સાનિધ્યમાં બેસવા માત્રથી લોકોને શાંતિની અનુભૂતિ અને સકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય છે. સવારે અને સાંજે માતાજીના દર્શન કરવા ભાવિકોની ભીડ જામે છે. માતાજી સર્વ ભક્તોના દુઃખ દૂર કરી સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. માના દરબારમાંથી કોઈ પણ વ્યક્તિ અહીંથી ખાલી હાથે જતો નથી. અને તેના ઘણા પ્રમાણ પણ છે.
આસો નવરાત્રિની આઠમે હવનનું આયોજન
લુણાવાડાનગરથી ઘણા ભાવિકો પગપાળા ડુંગર પર માતાના દર્શન કરવા આવે છે અને શાંતિની અનુભૂતિ કરે છે. શાંત અને કુદરતી વાતાવરણની વચ્ચે આવેલા મહાકાળી માતાજીના મંદિરે ભાવિકો દર્શન કરવા આવે ત્યારે રમણીય વાતાવરણનો આનંદ લેય છે. અહીં ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રિની આઠમે હવનનું આયોજન કરવામાં આવે છે. આસોની આઠમે દૂરદૂરથી ભક્તો માતાજીનું શ્રીફળ હોમવા મંદિરે આવે છે.
આ પણ વાંચોઃ ભૂલથી પણ આ દિવસે નખ ના કાપતા, નહીંતર ઘરમાં આવી જશે દરિદ્રતા, નહીં રહે લક્ષ્મીનો વાસ!
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT