બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / anju nasrullah wedding anju coverted to islam fatima romantic video viral

શૉકિંગ / ખોટું બોલતી રહી, બાળકો-પતિને છોડીને પાકિસ્તાનમાં નિકાહ કરીને ફાતિમા બની ગઈ અંજૂ, રોમેન્ટિક વીડિયો પણ થયો વાયરલ

Arohi

Last Updated: 02:58 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anju In Pakistan: પોતાના પાકિસ્તાની મિત્ર નસરૂલ્લાબને મળવા ખૈબર પખ્તુનખ્વા પહોંચી અંજુએ ઈસ્લામ ધર્મ કબૂલી લીધો છે. અંજૂ હવે ધર્મ પરિવર્તન કરી ફાતિમા બની ગઈ છે. આ વચ્ચે અંજુનો નસરૂલ્લાહ સાથેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • પાકિસ્તાન જઈ ઈસ્લામ કબુલ્યું અંજુએ 
  • નસરૂલ્લાહ સાથે લગ્ન કરી બની ફાતિમા 
  • સોશિલ મીડિયો પર વાયરલ થયો વીડિયો 

પોતાના ફેસબુક ફ્રેન્ડ નસરૂલ્લાહને મળવા પાકિસ્તાન ગયેલી રાજસ્થાનની અંજુએ ધર્મ પરિવર્તન કરી લીધું છે. અંજૂ હવે ફાતિમ બની ગઈ છે. રાજસ્થાનની રહેનાર 35 વર્ષીય અંજૂ 29 વર્ષના નસરૂલ્લાહને મળવા માટે પાકિસ્તાનના ખૈબર પખ્તનનૂખ્વા વિસ્તારના અફર દીર બાલા જિલ્લા પહોંચી હતી. શરૂઆતમાં અંજૂ અને નસરૂલ્લાહ બન્નેએ કોઈ પણ પ્રકારના પ્રેમ-પ્રસંગનો ઈનકાર કર્યો હતો. બન્નેએ કહ્યું હતું કે તે ફક્ત મિત્ર છે. 

આ વચ્ચે અંજૂનો નસરૂલ્લાહની સાથે વીડિયો શૂર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નસરૂલ્લાહ અને અંજૂ હાથમાં હાથ લઈને જોવા મળી રહ્યા છે. તો ત્યાં જ અંજૂ પોતાનો દુપટ્ટો હવામાં લહેરાવતી જોવા મળી રહી છે. ક્યાંક બન્ને સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતથી ગયા બાદ અંજુએ નસરૂલ્લાહ સાથે પ્રી વેડિંગ ફોટો શૂટ કરાવ્યું છે. 

સ્થાનીક કોર્ટમાં બન્નેએ કર્યા નિકાહ 
ધર્મ પરિવર્તન કર્યા બાદ અંજૂએ નસરૂલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. ધર્મ પરિવર્તન પહેલા અંજૂ ઈસાઈ હતી. રિપોર્ટ અનુસાર બન્નેએ દિલ્લાની સ્થાનીક કોર્ટમાં નિકાહ કર્યા છે. 

પાકિસ્તાનના મલકંદ ડિવીઝનના ઉપ મહાનિરીક્ષક નાસિર મહમૂદ સત્તીએ અંજૂ અને નસરૂલ્લાહના નિકાહની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે અંજુએ ઈસ્લામ અપનાવવા બાદ પોતાનું નામ ફાતિમા કરી લીધુ છે. ઉપ મહાનિરીક્ષક નાસિર મહમૂદ સત્તીએ એમ પણ કહ્યું કે નિકાહ બાદ અંજૂને પોલીસ સુરક્ષા માટે કોર્ટથી ઘરે મોકલી દેવામાં આવી છે. 

પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ અનુસાર અંજૂ અને નસરૂલ્લાહે પાકિસ્તાની કાયદા અનુસાર કલમ 164 હેઠળ નિવેદન દાખલ કરાવતા કહ્યું છે કે તેમણે પોતાની મરજીથી નિકાહ પર હસ્તાક્ષર કર્યા છે. તેના ઉપરાંત અંજૂએ કોર્ટના નિવેદનમાં કહ્યું છે કે તે પોતાની મરજીથી પાકિસ્તાન આવી છે અને તે ખૂબ જ ખુશ છે. પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે કે અંજૂ 22 જુલાઈએ વાઘા બોર્ડરના માધ્યમથી પાકિસ્તાન પહોંચી છે. નસરૂલ્લાહે અંજૂને રાવલપિંડીમાં રિસીવ કરી હતી. 

નસરૂલ્લાહના ઘરે રહે છે અંજૂ
આ પહેલા એક પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટે દાવો કર્યો હતો કે ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તે પોતાના નવા ઘરમાં ખુશીથી રહી રહ્યા છે. ઓફિશ્યલ વેબસાઈટના હવાલે કહેવામાં આવ્યું હતું કે સ્થાનીક લોકોએ અંજૂને ભેટ આપી છે અને તે અહીં ખુશ છે. તે નસરૂલ્લાહના ઘરમાં રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ