બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખની તકલીફો ઓછી થવાનું નામ નથી લેતી. ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેમની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે.
100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપ
ADVERTISEMENT
ઇડીએ આ નોટિસ 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપમાં જારી કરી હતી. આ અગાઉ સીબીઆઇ દ્વારા આંતરિક તપાસનો રિપોર્ટ લીક થવાના મામલે દેશમુખના વકીલની ધરપકડ કરવામાં આવી હતી.
Enforcement Directorate issued a lookout notice against former Maharashtra Home Minister Anil Deshmukh in connection with a money laundering case
(File pic) pic.twitter.com/Eg0le4cR4y
ADVERTISEMENT
— ANI (@ANI) September 6, 2021
ADVERTISEMENT
ED ના અધિકારીઓ કરી રહ્યા છે તપાસ
અનિલ દેશમુખને અત્યાર સુધીમાં પાંચ વાર સમન મોકલવામાં આવ્યું હતું પરંતુ તે એક પણ વખત હાજર થયા ન્હોતા. હવે ઇડીના અધિકારીઓ તેમણે શોધી રહ્યા છે. આ અગાઉ દેશમુખે ઇડીના સમનને મુંબઈની કોર્ટમાં પડકારીને તેણે રદ કરવાનો અને તપાસ મુંબઈની બહાર ઇડીના અધિકારીઓની SIT ને સોંપવાનો અનુરોધ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હુત કે કેન્દ્રીય એજન્સી દ્વારા સમયાંતરે જારી કરવામાં આવેલા સમનને રદ કરવામાં આવે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાએ પોતાની યાચિકામાં ઉચ્ચ ન્યાયાલય પાસે ઇડીને ડિજિટલ મધ્યમથી તેમનું નિવેદન લઈ લેવા માટે અને તમામ પ્રાસંગિક દસ્તાવેજો જમા કરી લેવાની પણ વિનંતી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
શું છે મામલો?
અગાઉ સીબીઆઇ દ્વારા ભ્રષ્ટાચાર અને પદનો દુરુપયોગ કરવાના મામલે 21 એપ્રિલે દેશમુખ વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધાવ્યા બાદ ઇડી દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અને તેમના સાથીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી. ઇડી અનુસાર રાજ્યના ગૃહ મંત્રી તરીકે અનિલ દેશમુખ દ્વારા પોતાના પદનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને બરખાસ્ત કરવામાં આવેલ પોલીસ અધિકારી સચિન વાજેના માધ્યમથી મુંબઈના વિભિન્ન બાર અને રેસ્ટોરેન્ટ્સમાંથી 4.70 કરોડ રૂપિયા વસૂલી કરવામાં આવી હતી.
ઉચ્ચ ન્યાયાલય દ્વારા રાહત આપવાની મનાઈ
ADVERTISEMENT
દેશમુખના પરિવાર દ્વારા સંચાલિત નાગપુર સ્થિત એક ટ્રસ્ટ "શ્રી સાંઈ શિક્ષણ સંસ્થાન" માં આઅ પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે દેશમુખને પાંચ વાર સમન મોકલવામાં આવ્યું હોવા છતાં તેઓ એક પણ વખત ઇડી સામે હાજર થયા ન્હોતા. તેમણે સમન વિરુદ્ધ રાહત અને ધરપકડથી રક્ષણ માટે ગયા મહિને કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ઉચ્ચ ન્યાયાલય દ્વારા રાહત આપવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.